SURAT : 4 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસ થતા દોડધામ, નાની વયે મ્યુકોરમાઇકોસિસ થયાનો સુરતનો પ્રથમ કેસ

|

Jul 25, 2021 | 9:40 AM

રાજ્યભરમાં હાહાકાર મચાવનાર કોરોના માંડ શાંત થયા બાદ ત્રીજી લહેરની દહેશતે ફરી તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે. તો હવે બાળકોમાં પણ મ્યુકોરમાઇકોસિસ અને કોરોનાએ દેખા દેતા દોડધામ મચી ગઈ છે.

SURAT : શહેરમાં 4 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસ (Mucormycosis) થતા દોડધામ મચી ગઈ છે. 4 વર્ષના બાળકને મ્યુકોરમાઇકોસિસનો સુરતમાં પ્રથમ કેસ સામે આવ્યો છે. આ સાથે જ સુરત સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના એક કિશોરને દાખલ કરાતા ત્રીજી લહેરની દહેશતે ફરી તંત્રની ઊંઘ હરામ કરી નાખી છે. નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) ની બિમારી થવાનો આ પહેલો કિસ્સો હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.સિવિલ હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર એક 14 વર્ષના શંકાસ્પદ કોરોનાગ્રસ્ત કિશોરને સિવિલમાં દાખલ કરાયો છે . જોકે હજી તેનો RTPCR રિપોર્ટ આવવાનો બાકી છે.

Published On - 7:33 am, Sun, 25 July 21

Next Video