Surat: આ તે કેવું ફરમાન? હવે ભાજપના હારેલા ઉમેદવારોની સહીથી વિકાસના કામો થશે ?

|

Aug 25, 2021 | 6:54 PM

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની મહત્તા ખલાસ કરી નાંખવા ભાજપ શાસકોએ વિકાસના કામો માટે ગ્રાન્ટની વહેંચણીની નીતિ બદલી છે.

Surat: આ તે કેવું ફરમાન? હવે ભાજપના હારેલા ઉમેદવારોની સહીથી વિકાસના કામો થશે ?
SMC

Follow us on

સુરત મહાનગરપાલિકાની (SMC) ચૂંટણીમાં વરાછા અને કતારગામ ઝોન વિસ્તારમાં પાટીદાર મતદાર ધરાવતા કેટલાક વોર્ડમાં ભાજપની હાર બાદ આ વોર્ડમાં ભાજપનું અસ્તિત્વ જાળવી રાખવા માટે શહેર ભાજપ દ્વારા મેયર સહિતના શાસકપક્ષના પદાધિકારીઓને આ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. પદાધિકારીઓ દ્વારા દત્તક લેવાયેલ વોર્ડમાં પ્રાથમિક સુવિધાના કામો સહિતની અન્ય મનપાલક્ષી જવાબદારી આ વોર્ડમાં હારેલા ભાજપના ઉમેદવારો અને વોર્ડ સંગઠન હેઠળ લેવામાં આવી રહી છે.

 

 

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

હવે ભાજપ દ્વારા આ દત્તક લેવાયેલા વોર્ડમાં કોર્પોરેટરોની ગ્રાન્ટ ઉપરાંતની કામગીરી માટે પદાધિકારીઓની ગ્રાંટનો ઉપયોગ કરી શકાય છે પણ તેના માટે જે તે સોસાયટીઓ વોર્ડના ભાજપના હારેલા ઉમેદવારો હસ્તક પદાધિકારીઓ સુધી પહોંચવું પડશે. શાસક પક્ષ નેતાએ જે તે વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરો નથી ત્યાં પદાધિકારીઓ અને ધારાસભ્યોની ગ્રાન્ટ માટે એક પ્રિન્ટેડ ફોર્મ તૈયાર કર્યું છે. જેમાં જે તે સોસાયટીએ વિગતો સાથે ધારાસભ્યો, મ્યુનિસિપલ સભ્યો દ્વારા કેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે. તેની વિગતો ઉપરાંત તે વોર્ડના ભાજપના હારેલા ઉમેદવારોની પણ સહી લાવવાની રહેશે.

 

 

ભાજપના હારેલા ઉમેદવારોની સહી બાદ જ આ ફોર્મના આધારે મેયર સહિતના શાસકપક્ષના પદાધિકારીઓએ બાકી રહેલી ગ્રાન્ટની રકમની ફાળવણી કરવાની રહેશે. નોંધનીય છે કે મનપાના વરાછા ઝોન વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે. જે વોર્ડમાંથી આપ પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે. તે વોર્ડમાં વિકાસના કામ માટે ગ્રાન્ટની જરૂર હોય તો ભાજપના હારેલા ઉમેદવારો અને ભાજપના વોર્ડ પ્રમુખે ફોર્મ પર સહી કરી ગ્રાન્ટની માંગણી કરવાની રહેશે.

 

જોકે આ ફરમાનથી કચવાટ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના એક પણ કોર્પોરેટરને મેયર, ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ ચેરમેન અને શાસક પક્ષને તાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે નહીં. જે વોર્ડમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો. તે વોર્ડમાં થનારા વિકાસ કામો શાસકોને કારણે થયા હોવાનું પ્રતીત કરાવવા માટે ભાજપના હારેલા ઉમેદવારોની સંમતિથી ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 

 

પ્રાથમિક સુવિધાના કામો માટે મેયરને બે કરોડ, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતાને 70-70 લાખની ગ્રાન્ટ વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે. જ્યારે મનપાના કોર્પોરેટરને 10-10 લાખ ફાળવવામાં આવે છે. અત્યાર સુધી રજૂઆતોને ધ્યાનમાં લઈને ગ્રાન્ટ મનપાના પદાધિકારીઓ દ્વારા આપવામાં આવતી હતી. પણ હવે આ નીતિ બદલીને ભાજપના કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે, તે વોર્ડના ચાર કોર્પોરેટર અને એક વોર્ડ પ્રમુખે ફોર્મ ભરવાનું રહેશે અને તેમની સહી બાદ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.

 

આ પણ વાંચો : Surat : વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ધસારાને જોતા સુરતની 31 કોલેજો દ્વારા 64 વર્ગ વધારાની માંગણી કરાઈ

 

આ પણ વાંચો:  Surat : કોરોના મહામારી વચ્ચે કોલેજ સંચાલકોની આડોડાઈ, 14 કોલેજોએ હજી સુધી ફીમાં નથી આપી માફી

 

Next Article