સુરતમાં હીરાનો વેપારી લૂંટાયો, 25 હીરાના પેકેટ લૂંટી આરોપીઓ ફરાર

સુરતમાં હીરા લૂંટવાની વધુ એક ઘટના સામે આવી છે. ઘટના છે વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટી વિભાગ-2ની. જ્યાં ઘર નંબર 221માં ભાડાની દુકાન ધરાવનાર હીરાનો વેપારી લૂંટાયો. 25 જેટલા હીરાના પેકેટની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. જે પ્રત્યેક પેકેટમાં 2.20 લાખના 22.3 કેરેટના હીરા હતા. મૂળ ભાવનગરના અને વર્ષોથી સુરતમાં હીરાનો વેપાર કરતા […]

સુરતમાં હીરાનો વેપારી લૂંટાયો, 25 હીરાના પેકેટ લૂંટી આરોપીઓ ફરાર
| Updated on: Oct 19, 2020 | 9:54 PM

સુરતમાં હીરા લૂંટવાની વધુ એક ઘટના સામે આવી છે. ઘટના છે વરાછા વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટી વિભાગ-2ની. જ્યાં ઘર નંબર 221માં ભાડાની દુકાન ધરાવનાર હીરાનો વેપારી લૂંટાયો. 25 જેટલા હીરાના પેકેટની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. જે પ્રત્યેક પેકેટમાં 2.20 લાખના 22.3 કેરેટના હીરા હતા. મૂળ ભાવનગરના અને વર્ષોથી સુરતમાં હીરાનો વેપાર કરતા પરસોત્તમ પરમાર ગત રાત્રે દુકાનમાં એકલા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સો હીરા જોવાના બહાને આવ્યા હતા. હીરા પસંદ પડ્યા હોવાથી નાણા લઈને આવવાનું જણાવીને બંને જતા રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી બંને શખ્સો પાછા દુકાનમાં ધસી આવ્યા. અને વેપારીની નજર ચૂકવીને તેમના હાથમાંથી હીરા ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. જોકે બંને શખ્સો CCTV કેમેરામાં કેદ થઈ ગયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો