Surat: કોરોના સામેની જંગમાં વેકસિન એ જ વિકલ્પ, વેકસિન સેન્ટરો પર લાગી લાંબી લાઇન

|

May 12, 2021 | 4:26 PM

Surat: સુરતમાં કોરોના સામે જંગ લડવા વેકસીનેશનની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. હાલ બે જૂથમાં 18 થી 44 વર્ષ અને 45 વર્ષ કરતાં વધુની વય ધરાવતા એમ બે જૂથમાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

Surat: સુરતમાં કોરોના સામે જંગ લડવા વેકસીનેશનની ( Vaccination ) પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. હાલ બે જૂથમાં 18 થી 44 વર્ષ અને 45 વર્ષ કરતાં વધુની વય ધરાવતા એમ બે જૂથમાં રસીકરણની ( Vaccination ) કામગીરી કરવામાં આવી રહી છે.

હાલ ભલે વેકસીનનો જથ્થો ઓછો આવી રહ્યો હોય પણ તેમ છતાં હવે જ્યારે કોરોનાના કેસો વધ્યા છે ત્યારે તેનાથી બચવા માટે લોકો વેકસિનને જ વિકલ્પ માની રહ્યા છે. સુરતમાં 84 કરતા પણ વધારે વેકસિન સેન્ટરો ( Vaccination Centers ) પર રસિકરણની ( Vaccination ) પ્રક્રિયા ચાલી રહી છે.

કોવિશિલ્ડ ( Covishield )રસીનો જથ્થો ઓછો આવતા હવે 18+ ઉંમર ધરાવતા લોકોને કોવેકસીન ( Covexin ) રસી જ આપવામાં આવી રહી છે. 1 થી 11 મે સુધી 18 થી 44 વય જુથના 50 હજાર લોકોનું કોરોનાનુ વેકસિન થયું છે.

સુરતના વેકસીનેશન સેન્ટરો ( Vaccination Centers ) પર લોકોને હાલાકી ન પડે તે રીતનું આયોજન સુરત મનપા ( Surat Municipal Corporation ) દ્વારા ગોઠવવામાં આવ્યું છે. જેમાં 18 થી 44 વર્ષના વયજુથ ધરાવતા લોકો માટે, 45 થી વધુની ઉંમર ધરાવતા લોકો માટે, પહેલા અને બીજા ડોઝ માટે સેન્ટરો પર અલગ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વેકસીનેશન સેન્ટર ( Vaccination Centers ) પર લોકોની ભીડ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઉનાળામાં તડકો ન લાગે તે માટે મંડપ બાંધવામાં આવ્યા છે, સાથે જ સોશિયલ ડિસ્ટનસિંગ ( Social distance ) સાથે બેસવા માટે ખુરશીઓની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

જોકે સ્થાનિકો હજી પણ સુરત મનપા ( Surat Municipal Corporation ) પાસે રસિકરણની ( Vaccination ) પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાની માંગણી કરી રહ્યા છે. જેથી મહત્તમ લોકો સુધી રસીકરણનો ( Vaccination ) લાભ પહોંચી શકે.

Next Video