Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ

|

Sep 20, 2021 | 9:46 AM

તેમની પાસે ચન્દ્રગુપ્ત મોર્યના શાસનમાં વપરાતા આહત મુદ્રાથી લઈને ગોલ્ડ, સિલ્વર, કોપર, લીડ, ધાતુ, એલ્યુમિનિયમ, ચાઈનાના બામ્બુ, બુલેટ કોઈન, ડોલ્ફિન કોઈન જેવા અલગ અલગ 50 હજારથી વધુ સિક્કાઓનું કલેક્શન છે. 

Surat : સુરતના આ વ્યક્તિ પાસે છે 50 હજાર થી પણ વધુ ઐતિહાસિક ચલણ નો સંગ્રહ
Surat: This person from Surat has a collection of more than 50 thousand historical currencies

Follow us on

ઘણા લોકોને વસ્તુઓ નો સંગ્રહ કરવાનો અનોખો શોખ હોય છે. ત્યારે સુરતમાં વસ્તુઓનો સંગ્રહ કરવાના અનોખા શોખને કારણે કતારગામ દરવાજા ખાતે રહેતા ભાવેશ બુસા નામના વ્યક્તિએ અભ્યાસ તો ફક્ત 12 ધોરણ સુધી જ કર્યો છે. પણ આ શોખને કારણે તે 25 થી વધુ અલગ અલગ ભાષાઓ શીખી શક્ય છે.

સુરતના ભાવેશ બુસાને કોઈન સંગ્રહ કરવાનો શોખ છેલ્લા 11 વર્ષથી છે. પરંતુ કોઈન પર અલગ અલગ ભાષા લખેલી હોવાથી સૌથી પહેલા તે શીખવી પણ જરૂરી હતી. જેથી તેઓ ભાષાનું જ્ઞાન લેતા ગયા અને પરિણામ એ આવ્યું કે અત્યારસુધીમાં તેમની પાસે 50 હજાર કરતા વધુ સિક્કાઓનો સંગ્રહ છે. અને તેમને 25 જેટલી ભાષાની જાણકારી પણ છે.

બાળપણમાં ચંદ્રગુપ્ત મોર્ય થી માંડીને અલગ અલગ રાજા રજવાડા વિષે અભ્યાસમાં આવતું હતું. ત્યાર થી જ તેઓને આવા ઐતિહાસિક સિક્કાઓના સંગ્રહનો શોખ લાગ્યો હતો. તેમની પાસે ચન્દ્રગુપ્ત મોર્યના શાસનમાં વપરાતા આહત મુદ્રાથી લઈને ગોલ્ડ, સિલ્વર, કોપર, લીડ, ધાતુ, એલ્યુમિનિયમ, ચાઈનાના બામ્બુ, બુલેટ કોઈન, ડોલ્ફિન કોઈન જેવા અલગ અલગ 50 હજારથી વધુ સિક્કાઓનું કલેક્શન છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

જોકે સિક્કા પર અલગ અલગ ભાષા લખેલી હોય છે. તેની જાણકારી મેળવવા માટે તેઓએ આ ભાષા શીખવાનું પણ નક્કી કરી લીધું અને આ જ કારણ છે કે સિક્કાઓના સંગ્રહની સાથે સાથે તેઓ 25 કરતા વધુ ભાષાઓનું પણ જ્ઞાન ધરાવે છે.

કોઈન મ્યુઝિયમ બનાવવા વિચારણા 
50 હજારથી વધુના સિક્કાનું કલેક્શન કર્યા બાદ તેઓ પાસે કેવા પ્રકારના સિક્કા છે, તેમજ તેનું ચલણ ક્યારે હતું. તે સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા છે, તે તમામ માહિતી લોકોને સરળતાથી મળી રહે તેના માટે તેઓએ કામરેજમાં સિક્કાઓ માટેના મ્યુઝિયમ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. આગામી દિવસોમાં તેનું કામ પૂરું થયા બાદ લોકોને તેનો લાભ મળી શકશે.

ભાવેશભાઈનું કહેવું છે કે તેમની પાસે ઐતિહાસિક સિક્કાઓનો જે ખજાનો છે. તેના વિષે આવનારી પેઢી અને બાળકો માહિતગાર થાય તે માટે તેઓએ આ મ્યુઝિયમ બનાવવાનો વિચાર કર્યો છે. છેલ્લા 11 વર્ષથી તેઓની સિક્કા સંગ્રહ કરવાની જે મહેનત છે તેનું સાચું ફળ ત્યારે જ આવી શકે જયારે લોકો પણ તેનાથી સારી રીતે જાણકાર થાય.

આ પણ વાંચો : Surat : ગેસ કપંનીના કર્મચારીની ઓળખ આપીને ઠગાઈ કરનાર પિતા પુત્ર ઝડપાયા

 

આ પણ વાંચો : Surat : વરસાદમાં હરિપુરા વિસ્તારમાં દુષિત પીવાના પાણી પીવાની બુમરાણ

Next Article