Surat : સુરતના શ્રમજીવી પરિવારની આ દીકરીઓ રાખડી બનાવી થઇ પગભર

|

Aug 16, 2021 | 8:28 AM

સુરતના હળપતિવાસમાં રહેતા શ્રમજીવી પરિવારની દીકરીઓ, રક્ષાબંધનના પર્વને લઈને હાલ રાખડીઓ બનાવીને આત્મનિર્ભર થઇ છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી આ રાખડીઓ સૈન્ય જવાનોને મોકલવામાં આવશે.

Surat : સુરતના શ્રમજીવી પરિવારની આ દીકરીઓ રાખડી બનાવી થઇ પગભર
Surat: These daughters of a working class family of Surat became financially capable

Follow us on

સુરતના ભરથાણા (Bharthana ) ગામના હળપતિવાસની બાળકીઓએ ફૂટપાથ પર અભ્યાસ કરી આજે ભણતરની સાથે વિવિધ વસ્તુઓ બનાવીને પગભર થઈ રહી છે .અત્યારે આ બાળકીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખડી (Rakhdi ) બનાવી તેનું વેચાણ કરી રોજીરોટી મેળવી રહી છે તો બીજી તરફ આ બાળકીઓ રાખડી બનાવી સૈનિકોને પણ મોકલશે. આ બાળકીઓને છેલ્લા દસ વર્ષથી એક નિવૃત શિક્ષિકા ભણાવી રહ્યા છે અને તેઓને આ રીતે વિવિધ વસ્તુઓ બનાવવાની ટ્રેનિંગ પણ આપી રહ્યા છે.

સુરતમાં અનેક સેવાભાવીઓ અવનવી સેવા કરતા રહ્યા છે. કોરોના કાળ દરમિયાન પણ લોકો એ ઘણી સેવાઓ કરી. ત્યારે આવી જ સેવા સુરતના એક શિક્ષકે હળપતિવાસના બાળકોને આપી હતી. આ શિક્ષકે છેલ્લા 10 વર્ષથી વધુ સમય ગરીબ બાળકોને મફત શિક્ષણ આપી રહ્યા છે.આ શિક્ષકે આ બાળકોને માત્ર શિક્ષણ ન આપ્યું. પરંતુ કોરોનાકાળમાં આ બાળકોને રોજી રોટી ક્યાથી મળે અને આ બાળકો પગભર પણ બનાવ્યા હતા.

આ અંગે નિવૃત્ત શિક્ષિકા જણાવે છે કે નિવૃત્તિ પછી મારે કંઈક કરવું હતું અને તેથી મેં હળપતિ વાસના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ સાથે આ બાળકોને કઈ રીતે પગભર કરી શકાય તે પણ ખૂબ અગત્યનું હતું. તેથી આ આ બાળકોને હસ્તકલાની વસ્તુઓ બનવવાનું શીખવાડવાનું શરૂ કર્યું. અને હવે આ બાળકો વિવિધ તહેવારોમાં અવનવી વસ્તુઓ બનાવીને વેચાણ કરીને રોજીરોટી મેળવે છે ભણવાની સાથે બાળકો અત્યારે પોતાના પરિવારની જવાબદારી પણ લેતા થયા છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અત્યારે રક્ષાબંધનના તહેવાર નજીક આવી રહી છે ત્યારે આ મહિલાઓએ વિવિધ અવનવી રાખડીઓ બનાવી છે અને રાખડીઓમાંથી હાલ બાળાઓ કમાણી કરી રહી છે. આ સાથે જ તેમણે સરહદ પર રહેલા સૈનિકોને માટે પણ રાખડી બનાવી છે.

નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કહે છે કે અમારા શિક્ષિકાએ અમને ભણતરની સાથે પગભર થવાનું પણ શીખવાડ્યું છે અને આજે અમે આ રાખડી બનાવીને અમારો ખર્ચો કાઢી શકીએ છે.અમારી બનાવેલી રાખડી જ્યારે લોકો ખરીદે છે ત્યારે અમને અમારી મહેનત ફળી હોય તેવું લાગે છે

Published On - 8:02 am, Mon, 16 August 21

Next Article