Surat : વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો હોબાળો અટકાવવા યુનિવર્સીટી ખરીદશે ગ્રિવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ

|

Nov 15, 2021 | 4:35 PM

ગ્રિવન્સ મેનેજમેન્ટ સિસ્ટમમાં વિદ્યાર્થીઓ કે કર્મચારીઓ પ્રવેશ, પરીક્ષા, પરિણામ, સ્વચ્છતા કે પછી છેડતી સહિતની કોઈ પણ ફરિયાદ કરી શકશે.

Surat : વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો હોબાળો અટકાવવા યુનિવર્સીટી ખરીદશે ગ્રિવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ
Surat: The university will buy a grievance management system to curb the influx of students and staff

Follow us on

પ્રવેશ, પરીક્ષા કે પરિણામ જેવી બાબતોમાં ભૂલ આવે તો વિદ્યાર્થીઓના ટોળા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) જઇ હોબાળો મચાવતા હોય છે. એટલું જ નહીં, યુનિવર્સિટી અને કોલેજોના કર્મચારીઓ પણ પડતર પ્રશ્નો મુદ્દે હોબાળો મચાવતા હોય છે. જો કે, આવો હોબાળો યુનિવર્સિટીમાં નહીં થાય અને વિદ્યાર્થી કે કર્મચારીઓનું કામ પૂર્ણ થઈ જાય તે માટે કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા ગ્રિવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ ખરીદવા જઇ રહ્યા છે.

શું હશે ગ્રિવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ ? 
આ સિસ્ટમ ખરીદવા માટે સિન્ડિકેટે કુલપતિને રૂ. 2 લાખ સુધી સુધીનો ખર્ચ કરવાની સત્તા પણ આપી છે. આ સિસ્ટમ યુનિવર્સિટીની પોર્ટલ સાથે જોડાયેલી હશે. વિદ્યાર્થી કે પછી કર્મચારીઓએ ઓનલાઇન ફરિયાદ કરવાની રહેશે. તે પછી યુનિવર્સિટી ફરિયાદી અને આરોપી બન્ને ઓનલાઇન આમને સામને કરશે. પરંતુ, યુનિવર્સિટી ફરિયાદીનો ચેહરો નહીં દેખાડશે.

બન્ને વચ્ચે વાટાઘાટ કરીને સમાધાન લાવશે. આ પછી પણ સમાધાન નહીં આવશે તો યુનિવર્સિટી રૂબરૂ બોલાવી વાટાઘાટ કરશે. તેમ છતાં પણ ફરિયાદનો નીકાલ નહીં આવે તો યુનિવર્સિટી ફરિયાદી અને આરોપી બન્નેની રજૂઆત સાંભળી નિર્ણય કરશે. ગ્રીવન્સ મેનેજમેન્ટ સિસ્ટમમાં વિદ્યાર્થીઓ કે કર્મચારીઓ પ્રવેશ, પરીક્ષા, પરિણામ, સ્વચ્છતા કે પછી છેડતી સહિતની કોઈ પણ ફરિયાદ કરી શકશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોઈ પણ ડોક્યુમેન્ટ્સ ઘર બેઠા મંગાવી શકશે
દેશ કે પછી વિદેશના વિદ્યાર્થીઓ ઘર બેઠા કુરિયરથી કોઇ પણ ડોક્યુમેન્ટ્સ મંગાવી શકશે. નવી સિસ્ટમથી વિદ્યાર્થી જે તે ડોક્યુમેન્ટ્સની ઓનલાઇન ફી ભરી શકશે. તે પછી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કુરિયરથી ઘર બેઠા ડોક્યુમેન્ટ્સ પહોંચાડશે. 600 રૂપિયા ભરીને વિદ્યાર્થીઓને ઘરે બેઠા આ ડિગ્રી મળશે.

સમયસર ડોક્યુમેન્ટ્સ મળે તે માટે સ્ટુડન્ટ ચાર્ટર્ડ ફેસેલિટી પણ મળશે
વિદ્યાર્થીઓને ઘણી વખતે સમયસર ડોક્યુમેન્ટ્સ મળતા ન હોવાની ફરિયાદ મળતી હોય છે. જેથી તેવી ફરિયાદના નીકાલ માટે સિસ્ટમમાં સ્ટુડન્ટ્ડ ચાર્ટર્ડ ફેસેલિટી પણ હશે. જેમાં વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ્સ નહીં મળશે અને યુનિવર્સિટીને ફરિયાદ મળશે તો તાકિદે કઇ જગ્યા પર ડોક્યુમેન્ટ્સ અટક્યુ છે. જેની તપાસ કરીને યુનિવર્સિટી વહેલી તકે વિદ્યાર્થી સુધી ડોક્યુમેન્ટ્સ પહોંચાડશે.

 

આ પણ વાંચો : Surat : ગુજરાતના ખેડૂતો પાસે આ છે શીખવા જેવું, પ્રદુષણ ઓછું કરવા પરાળી નો કરે છે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ

આ પણ વાંચો : સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Next Article