Surat : યુનિવર્સીટીને લાગ્યો હિન્દુત્વનો રંગ : હવે ભગવદગીતાના પણ ભણાવાશે પાઠ

|

Dec 08, 2021 | 3:18 PM

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં આગામી શૈક્ષણિક વર્ષ 2022–23થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

Surat : યુનિવર્સીટીને લાગ્યો હિન્દુત્વનો રંગ : હવે ભગવદગીતાના પણ ભણાવાશે પાઠ
VNSGU

Follow us on

હિન્દુ ધર્મને (Hinduism ) શૈક્ષિણક સ્વરૂપ આપવાની પહેલ કરનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (Veer Narmad South Gujarat University )  હિન્દુઇઝમના અભ્યાસક્રમને મંજૂરી આપ્યા બાદ હવે યુનિવર્સીટી વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવા જઈ રહી છે. જેના માટે શ્રીમદ ભગવદ્ ગીતા(Bhagwad Geeta ) અને જીવનમાં તણાવ અને આંતરિક સંઘર્ષનું વ્યવસ્થાપન , એ નામના સર્ટીફિકેટ કોર્ષને પણ મંજુરી આપવામાં આવી છે .

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન સ્નેહલ જોષીની રજૂઆતને પગલે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓમાં ગીતાના મૂલ્યની જાણકારી મળી રહે તે માટે ” Shrimad Bhagavad Gita & Stress and inner Conflict Management in life ” ( શ્રીમદ ભગવદ્ ગીતા અને જીવનમાં તણાવ અને આંતરિક સંઘર્ષનું વ્યવસ્થાપન ) નામના અભ્યાસક્રમ શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે .

ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નર્મદ યુનિવર્સિટી સાથે સંકળાયેલા તમામ ડિપાર્ટમેન્ટ , કોલેજોમાં આ સર્ટીફિકેટ કોર્ષ શરૂ કરાશે. જેની 1200 રૂપિયા જેટલી ફી પણ નક્કી કરી દેવામાં આવી છે . હાલમાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સોશિયોલોજી  ડિપાર્ટમેન્ટમાં આગામી શૈક્ષણિક વર્ષ 2022–23થી એમ.એ ઇન હિન્દુ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો .

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આ ઉપરાંત હવે ગીતાના મૂલ્ય શિખવવામાં પણ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી હોવાનું કહી શકાય તેમ છે . આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઓશો ચેરના ઉપક્રમે નવો સર્ટીફીકેટ કોર્ષ ( વર્ગખંડમાં શિક્ષણ અને શિક્ષકની ભુમિકા ) તેમજ અમરોલી કોલેજોમાં 7 જેટલા સર્ટીફિકેટ કોર્ષ અને સમુદ્રી સીમાને અનુલક્ષીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમ શરૂ કરવા તેમજ 2 ક્રેડીટના મલ્ટીડીસીપ્લીનરીના સર્ટીફીકેટ કોર્ષને શરૂ કરવાની મંજુરી એકેડેમીક કાઉન્સીલ દ્વારા આપવામાં આવી હતી.

“અમે હિન્દુ અભ્યાસમાં ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ, જે છ મહિનાનો પ્રમાણપત્ર કોર્સ હશે. અમે આગામી મહિનાઓમાં સુરત અને દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાં પણ તેની શરૂઆત કરીશું. અમે ડિપ્લોમા કોર્સ માટે અલગ માળખું અને સામગ્રી તૈયાર કરીશું. અમે હિંદુ અભ્યાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે વિઝિટિંગ ફેકલ્ટીની પણ નિમણૂક કરીશું, તેવું કુલપતિ કિશોરસિંહ ચાવડાએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો : Surat: 2 શાળામાં આટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 120 વિદ્યાર્થીના કરાયા ટેસ્ટ

આ પણ વાંચો : Surat : વેપારીઓની માંગને લઈને દર્શના જરદોશ અને સી.આર.પાટીલ નાણામંત્રીને મળ્યા

 

Next Article