Surat Textile Market : વેલ્યુ એડિશનમાં કામ કરનારી મહિલાઓને પણ નડી ગઈ કોરોના મહામારી

|

May 23, 2021 | 7:21 AM

લાંબા સમયથી સુરતની ટેક્સટાઇલ માર્કેટ (Surat Textile Market ) બંધ રહી હતી. 25 દિવસ સુધી આ માર્કેટ બંધ રહેતા વેલ્યુ એડિશનના કામ સાથે જોડાયેલી મહિલાઓને કામ મળવુ મુશ્કેલ થઈ ગયું છે.

Surat Textile Market : વેલ્યુ એડિશનમાં કામ કરનારી મહિલાઓને પણ નડી ગઈ કોરોના મહામારી
સુરત ટેક્સટાઈલ માર્કેટ

Follow us on

Surat Textile Market : લાંબા સમયથી સુરતની ટેક્સટાઇલ માર્કેટ (Surat Textile Market ) બંધ રહી હતી. 25 દિવસ સુધી આ માર્કેટ બંધ રહેતા વેલ્યુ એડિશનના કામ સાથે જોડાયેલી મહિલાઓને કામ મળવુ મુશ્કેલ થઈ ગયું છે.

ટેકસટાઇલ સેક્ટરને 10 હજાર કરોડથી વધુનું પેમેન્ટ અટવાઈ ગયું હોવાની ચર્ચા છે. તેવામાં વેલ્યુ એડિશન સાથે સંકળાયેલા નાના વેપારીઓ અને તેમના કારીગરોની સ્થિતિ દયનીય બની છે. જેમાં વિશેષ કરીને મહિલાઓને બેરોજગાર બનવાનો વારો આવ્યો છે.

છેલ્લા 25 દિવસથી માર્કેટ બંધ હોવાના કારણે લેસ ધુપિયનના નાના વેપારીઓએ રૂપિયા 200 કરોડનો વેપાર ગુમાવ્યો છે. કોરોનાની પહેલી વેવ સાથે જ બીજી વેવમાં પણ રમજાન, લગ્નસરા સહિત દક્ષિણ ભારતના તહેવારોથી ખરીદીની સિઝનને મોટી અસર થઇ છે.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

25 દિવસથી ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેવાની સાથે માર્ચ મહિનાના મધ્યથી કોરોનાના વધેલા કેસને કારણે પણ બીજા રાજ્યમાંથી કાપડ ખરીદી માટે આવતા વેપારીઓ અટકી પડ્યા હતા. આ સાથે બહાર ગામથી જે 45 કે 90 દિવસે પેમેન્ટ આવતું હતું તેના પર પણ મોટી અસર થઈ છે. જેના કારણે સ્થાનિક કાપડ ઉધોગમાં વર્ષ પ્રોસેસર અને ટ્રેડર્સનો જ દસ હજાર કરોડથી વધુના પેમેન્ટ અટકી પડ્યું છે.

હાલની સ્થિતિ પ્રમાણે જ શહેરની 350 પ્રોસેસિંગ મિલ પૈકી માંડ પાંચ ટકા મિલો કાર્યરત થઇ છે. ત્યારે 50 હજાર વિવિંગ એકમો પૈકી માંડ 25 ટકા એકમો એક પાળીમાં પ્રોડક્શન કરી રહ્યા છે. બીજી તરફ વેલ્યુ એડિશન છે એને પણ મોટું નુકસાન થયું છે. લેસ ધુપિયનનું પ્રોડક્શન અને ટ્રેડિંગ કરતા 1800 વેપારીઓએ દુકાન ભાડા, કારીગરોના પગાર બેન્ક લોન હપ્તા સહિતના ખર્ચને વેઠવું મુશ્કેલ બન્યું છે.

સ્થાનિક એસોસિએશન પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરના પ્રત્યેક વેપારીને રૂપિયા 50 હજારનો પ્રતિદિન વેપાર મળતો હતો. 24 દિવસ માર્કેટ બંધ રહેતા વિવિધ ખરીદીની સીઝનમાં વેપાર નહિ થઈ શકતા 200 કરોડ રૂપિયાનો વેપાર ગુમાવવાની નોબત આવી છે.

લેસ બનાવવી, ટિકકી ચોંટાડવી જેવી કામગીરી કરતી શહેરની એક લાખ જેટલી મહિલાઓને પણ તેની અસર થઈ છે. 1800 વેપારીઓના કામકાજ બંધ થઈ જતા આ મહિલાઓને રોજગારીને મોટી અસર પડી છે અંદાજે મહિને 200 કરોડનો વેપાર અટકી પડતા સૌને ઘર ચલાવવામાં તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.

આંશિક અનલોકમાં છૂટછાટ મળતા હવે વેલ્યુ એડિશનનું નાનું મોટું કામ કરતા વેપારીઓને ફરી પાછું કામ મળતું થાય તેવી અપેક્ષા છે.

Next Article