સુરતમાં ખાનગી ડોકટરની ગંભીર બેદરકારી, ઓપરેશન બાદ દર્દીના ગળામાં કપડું ભૂલ્યાં

|

Oct 17, 2020 | 3:13 PM

સુરતની ખાનગી હોસ્પિટલમાં કેવી લાલિયાવાડી ચાલે છે તેનો દાખલો આજે સામે આવ્યો છે. ડીંડોલી ખાતે રહેતા 60 વર્ષીય દશરથભાઈ પટેલ નામના દર્દીને 25 ઓગષ્ટના રોજ હાથ પગના દુખાવાની ફરિયાદ હતી. અને, તે પછી તેઓ ખાનગી હોસ્પિટલમાં મણકા સ્પેશ્યાલિસ્ટ ડોકટરને બતાવી ગયા હતા. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 […]

સુરતમાં ખાનગી ડોકટરની ગંભીર બેદરકારી, ઓપરેશન બાદ દર્દીના ગળામાં કપડું ભૂલ્યાં

Follow us on

સુરતની ખાનગી હોસ્પિટલમાં કેવી લાલિયાવાડી ચાલે છે તેનો દાખલો આજે સામે આવ્યો છે. ડીંડોલી ખાતે રહેતા 60 વર્ષીય દશરથભાઈ પટેલ નામના દર્દીને 25 ઓગષ્ટના રોજ હાથ પગના દુખાવાની ફરિયાદ હતી. અને, તે પછી તેઓ ખાનગી હોસ્પિટલમાં મણકા સ્પેશ્યાલિસ્ટ ડોકટરને બતાવી ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ડોક્ટર મૌલિક પટેલે તેમને મણકાનું ઓપરેશન કરવા જણાવ્યું હતું. 25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મૌલીક પટેલે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ સાત કલાક સુધી ઓપરેશન કર્યું. પરંતુ ઓપરેશન કર્યા બાદ દર્દીના હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા.ગરદનના દુખાવાની તકલીફ થતા તેઓ ફરી ડોક્ટર પાસે ગયા હતા. ઓપરેશન બાદ રજા લીધાના સાતમા દિવસે જ ગરદન પાસે મુકેલા ઘા માંથી પરું નીકળવાનું શરૂ થઈ ગયું હતું. જોકે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે ડ્રેસિંગ કરીને દવા લખી આપી હતી. અને કશું નથી થયું તેવું કહીને દર્દીને રજા આપી હતી.છતાં દર્દીને સારું ન થતા તેમને અન્ય સર્જનને બતાવ્યું હતું. જ્યાં સીટીસ્કેન કરાવતા ડોક્ટર મૌલિક પટેલની લાપરવાહી સામે આવી. દર્દીના ગળાના ભાગેથી રૂ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈને સર્જન ડોક્ટર પણ ચોંકી ગયા હતા.ઓપરેશન કરનાર ડોક્ટર મૌલિક પટેલ દર્દીનાં ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા. આ ઘટના બાદ દર્દીના પરિવારજનોએ 9 ઓક્ટોબરે અઠવા પોલીસ સ્ટેશનમાં ડોકટરની બેદરકારી સામે ફરિયાદ નોંધાવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 3:11 pm, Sat, 17 October 20

Next Article