Surat : સુરત પોલીસે મેકડ્રોન ડ્રગ્સ અને રૂ. 28.49 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

|

Sep 24, 2021 | 8:19 PM

પોલીસે આરોપીઓની પુછપરછ કરતા આ મેકડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો મુંબઈના નાલાસોપારા ખાતેના એક ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું.

Surat : સુરત પોલીસે મેકડ્રોન ડ્રગ્સ અને રૂ. 28.49 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
Surat police nabbed three accused with McDron drugs

Follow us on

સુરત શહેરમાં હવે ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. પોલીસે આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે.

સુરત શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ શહેરમાં નશાયુક્ત માદક પદાર્થોનું વેચાણ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા NO DRUGS IN SURAT CITY અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગાંજાની હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડવા માટે સુરત પોલીસ સ્પેશ્યલ ડ્રાઈવ પણ ચલાવે છે.

સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે મેકડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો વેપાર ધંધા કરતા ઈસમોને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે તરીકે 24 ના રાત્રી દરમ્યાન કડોદરા રોડ પર નિયોલ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ગોલ્ડન રંગની ફોર વ્હીલ ગાડીમાં બેસેલા ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પકડાયેલા આરોપીઓમાં રાંદેર ખાતે રહેતા ઇમરાન શબદુલ શેક, ઇમરાન ઉર્ફે બોબા ખાન અને મુઆઝ સૈયદનો સમાવેશ થાય છે. જેમની પાસેથી પોલીસે 196.2 ગ્રામનો રૂ. 19.62 લાખનો મેકડ્રોન ડ્રગ્સ, રોકડા રૂ.2.49 લાખ, મોબાઈલ અને ગાડી લઈને કુલ રૂ. 28.49 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્યાંથી લાવ્યા હતા ડ્રગ્સ ?

પોલીસે આરોપીઓની પુછપરછ કરતા આ મેકડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો મુંબઈના નાલાસોપારા ખાતેના એક ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું અને તેઓ તેને ફોર વ્હીલ ગાડીમાં લાવી સુરતના અલગ અલગ વિસ્તારમાં વેંચતા હોવાનું કબુલ્યું હતું.

પોલીસ દ્વારા હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ ડ્રગ્સ મુંબઈમાં કોની પાસે ખરીદવામાં આવ્યું તેમજ સુરતમાં કેવી રીતે નેટવર્ક ગોઠવીને આ ડ્રગ્સ કોના સુધી પહોંચાડવાનું હતું. જોકે આ ડ્રગ્સ અન્ય કોઈ સુધી પહોંચે તે પહેલા જ શખ્સોને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. આમ, યુવાધનને બરબાદ થતા અટકાવવાની દિશામાં ખાનગી સંસ્થાઓની સાથે સુરત પોલીસ પણ સતત પ્રયત્નશીલ છે. આ સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કોણ છે તેને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : SURAT : અફીણની હેરાફેરી કરનાર શખ્શ ઝડપાયો, કાપડનો વેપારી કેવી રીતે બન્યો ડ્રગ્સ પેડલર ?

આ પણ વાંચો : Surat : ઉઠમણાં અને ચીટર ગેંગ પર લગામ કસવા ફોગવા દ્વારા લીગલ કમિટીની રચના કરવામાં આવી

Next Article