Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે

|

Oct 05, 2021 | 10:51 PM

પાલિકા હવે બીજા ડોઝ માટે ટાર્ગેટ રાખીને આગળ વધવા માંગે છે. તે માટે પહેલાથી નોક ઘી ડોર કેમ્પેઈન ચાલી જ રહ્યું છે અને હજી પણ આ ઝુંબેશને સઘન બનાવીને શહેર આખાની વસ્તીને ફુલ્લી વેક્સિનેટેડ કરવાનો ટાર્ગેટ હવે મહાનગરપાલિકાનો છે

Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે

Follow us on

Surat: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની 100 ટકા વસ્તીને વેક્સિનેશનનો(vaccination) પહેલો ડોઝ આપવામાં સફળતા મળી છે.  રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના માઈક્રો મેનેજમેન્ટ અને ઉમદા કામગીરીનું આ પરિણામ છે. જેણે રાજ્યના અન્ય શહેરોને પછડાટ આપી છે. 

 

સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા તબક્કાવાર કામગીરી આગળ વધારવામાં આવી છે. સૌથી પહેલા હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વોરિયર્સ, સિનિયર સીટીઝન, ગર્ભવતી મહિલાઓ, દિવ્યાંગો વગેરેને આવરી લેવામાં આવ્યા હતા. ઔદ્યોગિક એકમો, ટેક્સ્ટાઈલ માર્કેટ અને ડાયમંડ યુનિટો માટે પણ અનેક સામાજિક સંસ્થાઓના સહયોગથી વેક્સિનેશનની કામગીરી ઝડપી બને તે દિશામાં પાલિકા પ્રયત્નશીલ રહી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 


સુરત મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર મળેલા આંકડા પર નજર કરીએ તો પાલિકાએ 50,90,916 કુલ વસ્તી સામે વેક્સિનના પહેલા ડોઝ માટે 34,32,737 વસ્તીને ટાર્ગેટ રાખ્યો હતો. જેમાંથી મનપાએ 34,36,213 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો છે. જ્યારે 16,61,844 લોકોને બીજો ડોઝ આપી દીધો છે. એટલે કે પહેલા ડોઝ માટે પાલિકાને 100.1 ટકા સફળતા મળી છે. જ્યારે બીજા ડોઝ માટે પાલિકા એ 48.4 ટકા ડોઝ આપવામાં સફળતા મેળવી છે.

 

આંકડા પ્રમાણે જોવા જઈએ તો સુરત મનપા રાજ્યના અન્ય શહેરોની સરખામણીમાં અવ્વ્લ રહી છે. સુરત કોર્પોરેશન 100.10 ટકાના લક્ષ્યાંક સાથે પહેલા નંબરે છે. તે પછી રંગીલા રાજકોટનો નંબર આવે છે. રાજકોટમાં 96.20 ટકા લોકોને વેક્સિન આપવામાં આવી છે. તે પછી અમદાવાદ 93 ટકા સાથે વડોદરા કોર્પોરેશન 89.53 ટકા સાથે અને ભાવનગર કોર્પોરેશન 89.48 ટકા સાથે પાંચમા નંબરે આવે છે.

 

આમ, હવે પાલિકા હવે બીજા ડોઝ માટે ટાર્ગેટ રાખીને આગળ વધવા માંગે છે. તે માટે પહેલાથી નોક ઘી ડોર કેમ્પેઈન ચાલી જ રહ્યું છે અને હજી પણ આ ઝુંબેશને સઘન બનાવીને શહેર આખાની વસ્તીને ફુલ્લી વેક્સિનેટેડ કરવાનો ટાર્ગેટ હવે મહાનગરપાલિકાનો છે. કોરોનાના કેસો કાબુ કર્યા બાદ વેક્સિનેશનમાં પણ સુરત મહાનગરપાલિકાની કામગીરી ઉમદા રહી છે.

 

આ પણ વાંચો : Surat: ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં મનપાની નવી કચેરીનો પ્રોજેક્ટ 6 વર્ષ બાદ પણ ફક્ત કાગળ પર

 

આ પણ વાંચો : Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર

Next Article