Surat : 31 કરોડમાં બનેલા કોઝવેને 14 કરોડના ખર્ચે રીપેર કરવાનું કામ સ્થાયી સમિતિમાં મંજુર

|

Oct 08, 2021 | 8:39 AM

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને સુગમ બનાવવા માટે તેમજ શહેરમાં સતત વધતી જઈ રહેલી વસ્તીના પાણીની માંગને પહોંચી વળવા માટે વર્ષ 1995માં તાપી નદી પર વિયર કમ કોઝ વેને બનાવવામાં આવ્યો હતો.

Surat : 31 કરોડમાં બનેલા કોઝવેને 14 કરોડના ખર્ચે રીપેર કરવાનું કામ સ્થાયી સમિતિમાં મંજુર
Surat: Standing committee approves repair of 31 crore causeway at a cost of 14 crore

Follow us on

કોઝ વે(Cause Way ) બન્યા બાદ પહેલી વાર તેના મેઈન્ટેનન્સનું કામ હાથ પર લેવામાં આવશે.સુરત (Surat)માં અવારનવાર ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણી આટલા વર્ષોમાં આવેલા પૂર વગેરેને કારણે રાંદેર અને કતારગામ વિસ્તારને જોડતા કોઝ વેની ટો વોલ, રબલ એપ્રન અને કોન્ક્રીટ બ્લોક્સને નુકશાન થયું છે. જોકે હવે તેના રીપેરીંગ કામકાજ માટે રૂ.14.32 કરોડના ખર્ચ કરવાના કામને સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને સુગમ બનાવવા માટે તેમજ શહેરમાં સતત વધતી જઈ રહેલી વસ્તીના પાણીની માંગને પહોંચી વળવા માટે વર્ષ 1995માં તાપી નદી પર વિયર કમ કોઝ વેને બનાવવામાં આવ્યો હતો. આ બાંધકામ જ્યારે કરવામાં આવ્યું હતું, ત્યારે તેનો કુલ ખર્ચ 31.20 કરોડનો થયો હતો. જોકે તે તમામ ખર્ચ હજીરાના એકમો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

જોકે તેનું મેઈન્ટેનન્સ મહાનગરપાલિકાએ ઉઠાવવાનું નક્કી કર્યું હતું. સુરત ચોમાસામાં પુરનું સાક્ષી રહ્યું છે. સુરતમાં દર ચાર વર્ષે પૂર આવવાની વાયકા પણ છે. એટલું જ નહીં ઉકાઈના ઉપરવાસમાં જ્યારે પણ વરસાદ પડે છે. ત્યારે તાપી નદીમાં હજારોથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવે છે. તેના કારણે કોઝવેના સ્ટ્રકચરને પણ નુકશાન પહોંચ્યું છે.

સમયાંતરે આ નુકશાન વધતું જતા હવે કોઝ વેના રિપેરિંગ કામકાજ હાથ ધરવાનું સુરત મહાનગરપાલિકાએ વિચાર્યું છે અને હવે વિયર કમ કોઝ વેના ટો વોલ, રબલ એપ્રન અને કોન્ક્રીટ બ્લોક્સને પાણીના કારણે જે નુકશાન થયું છે. તેનું રીપેરીંગ કામકાજ હાથ ધરવામાં આવશે. આ માટે લગભગ 14.32 કરોડ જેટલો ખર્ચો થઈ શકે છે. જેના માટે હવે સ્થાયી સમિતિ એ મંજૂરી આપી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

કોઝ વે બન્યા બાદ પહેલી વાર તેના મેઈન્ટેનન્સનું કામ હાથ પર લેવામાં આવનાર છે. હવે 14.32 કરોડના ખર્ચે કોઝવેને રીપેર કરવામાં આવશે. પાલિકાએ હજીરા ઔધોગિક ગૃહ એસોસિયેશન અને ઉધોગો વચ્ચે માર્ચ 2019માં સંયુક્ત  ખર્ચમાં 60 ટકા ફાળો આપવા સંમતિ મેળવી હતી. ત્યારે વિયર કમ કોઝવેની મરમ્મ્ત,સ્ટૅન્ચિંગ માટે 40 મીટરથી 310 મીટરના ભાગે આર.સી. લોન્ચિંગ એપ્રોનની કામગીરી કરવાની હોવાથી તે માટે પાલિકા 14.32 કરોડ ખર્ચ થશે.

આ પણ વાંચો :  સુરત સિવિલ દેશની એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની કે જ્યાં ગર્ભમાં રહેલા બાળકની સારવાર શક્ય બનશે

આ પણ વાંચો : Surat: સ્થાનિક માર્કેટ મોંઘુ પડતા ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ હવે વિદેશથી કોલસાની આયાત કરશે

Published On - 8:38 am, Fri, 8 October 21

Next Article