Surat: મનપાએ ફરજિયાત વેક્સિનનો નિયમ બનાવતા લોકોએ સેકન્ડ ડોઝ લેવા લગાવી દોટ

|

Nov 17, 2021 | 1:20 PM

સુરત મહાનગરપાલિકાના (Surat) આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી વેક્સિનેશન અભિયાન અંતર્ગત શહેરમાં 106 ટકા લોકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અને 76 ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

Surat: મનપાએ ફરજિયાત વેક્સિનનો નિયમ બનાવતા લોકોએ સેકન્ડ ડોઝ લેવા લગાવી દોટ
Corona Vaccine

Follow us on

સુરતમાં (Surat) ઘણા લોકો વ્યક્તિનો પ્રથમ ડોઝ (First Dose) લીધા બાદ બીજો ડોઝ લેવામાં ઘણી આળસ કરી રહ્યા છે. જેથી હવે જાહેર સ્થળોએ લોકોને વેક્સિનના (Corona Vaccine) બંને ડોઝ લીધા હોય તો જ એન્ટ્રી આપવામાં આવશે, તેવી જાહેરાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

જેને પગલે બીજા ડોઝ લેવા માટે આળસ કરનારા લોકો હવે બીજો ડોઝ (Second Dose) લેવા આગળ આવી રહ્યા છે. મનપા સંચાલિત તમામ ઓફિસો અને હવે ખાનગી સ્થળોએ પણ કોઈ વ્યક્તિ માટે ફરજીયાત ડોઝનો નિયમ લાગુ કરવા પાછળનું કારણ પણ એ જ છે કે લોકો ઝડપથી વેક્સિનેટેડ થાય. શહેરમાં હજી પણ 6,20,438 લોકોને વેક્સિનેશનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તે પૈકી આપ 1,33,218 લોકોને પ્રથમ ડોઝ લીધા 84 દિવસ ઉપર પણ દોઢ મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં બીજો ડોઝ લેવા આવ્યા નથી.

જેથી મહાનગરપાલિકાએ કડક નિયમ લાગુ કરતા જ સતત બીજા દિવસે લોકોએ વેક્સિન લેવા માટે હેલ્થ સેન્ટર ઉપર દોટ મૂકી હતી. કોર્પોરેશને લાલ આંખ કરતા 22434 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે. મનપા દ્વારા 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

જેમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરો અને ત્યારબાદ તબક્કાવાર કોર્પોરેશનનો સ્ટાફ, સિનિયર સીટીઝન, કોમોરબીડ કન્ડિશન ધરાવતા લોકો અને 18 વર્ષથી ઉપરના લોકોને વેકસિન આપવાની કામગીરી કરવામાં આવી હતી.

મનપા દ્વારા સૌપ્રથમ સો ટકા પ્રથમ ડોઝ વેક્સિનેશનનો કાર્યક્રમ આખા રાજ્યમાં પહેલો પૂર્ણ કર્યો હતો. પણ હજી પણ લોકો વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે આળસ કરી રહ્યા છે. કોર્પોરેશને નોક ધી ડોર અભિયાન પછી ફરજીયાત વેક્સિનનો નિયમ લાગુ કર્યા બાદ હવે લોકો સેકન્ડ ડોઝ માટે પણ જાગૃતિ બતાવી રહ્યા છે.

જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકાના (Surat) આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી વેક્સિનેશન અભિયાન અંતર્ગત શહેરમાં 106 ટકા લોકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અને 76 ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: Rajkot: ગુજરાતની પ્રથમ સ્કિન બેંકને મળ્યા પહેલા સ્કિન ડોનર, જાણો આ બેંકનો શું મળશે લાભ?

આ પણ વાંચો: JUNAGADH : ગિરનારની ગોદમાં લીલી પરિક્રમામાં 1 લાખથી વધુ ભાવિકો ઉમટયાં, ભાવિકો કેમ થયા નારાજ ?

Next Article