
બનારસમાં 6 કારીગરોને 1 મહિના જેટલો સમય લાગે છે. જયારે હવે સુરતમાં 1 કારીગર એક દિવસમાં જેકાર્ડ મશીન પર આવા 3 પીસ તૈયાર કરી શકશે. આવા અનેક આકર્ષણો ચેમ્બર દ્વારા યોજાનારા પ્રદર્શનમાં જોવા મળશે.

બનારસમાં હેન્ડલૂમમાં આવા લહેંગા ચોળી હાથેથી તૈયાર થાય છે. પણ સુરતમાં જેકાર્ડ રેપિયો મશીન પર તે તૈયાર કરવામાં આવ્યું છે.

આ એક્ઝિબિશનની ખાસિયત આ 3 કિલો જરીથી બનેલી લહેંગા ચોળી બની રહેવાની છે. અસ્સલ સુરતી જરી સાથે આ લહેંગા ચોળી તૈયાર કરવામાં આવી છે.

બનારસમાં હેન્ડલૂમમાં આ જરી બને છે. પણ સુરતમાં વીવર્સ દ્વારા હાઈસ્પીડ જેકાર્ડ મશીન પર આ લહેંગા ચોળી તૈયાર કરવામાં આવ્યા છે. જે તેની બીજી ખાસિયત છે.

પ્યોર ચાંદીના તાર પર ગોલ્ડની પ્લેટ ચડાવવામાં આવી છે. જેને બનાવવામાં 40 હજાર જેટલો ખર્ચો થયો છે. પણ વેચવા માટે તેની કિંમત લાખોમાં થાય છે.