Surat : બે દિવસમાં 800 ટન કરતા વધુ ડામર વાપરીને રસ્તા રીપેર કરાયા પણ ફરી વરસાદ પડતા પરિસ્થિતિ જૈસે થે વૈસે

|

Oct 04, 2021 | 7:18 AM

બે દિવસ વરસાદે વિરામ લેતા મનપા દ્વારા અલગ અલગ ઝોનમાં તૂટેલા રસ્તાઓની ફરિયાદ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બે દિવસમાં કોર્પોરેશને લગભગ 800 ટન કરતા પણ વધારે ડામર વાપરીને રસ્તાના રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી. 

Surat : બે દિવસમાં 800 ટન કરતા વધુ ડામર વાપરીને રસ્તા રીપેર કરાયા પણ ફરી વરસાદ પડતા પરિસ્થિતિ જૈસે થે વૈસે
Surat: Roads repaired using more than 800 tonnes of asphalt in two days but it rained again

Follow us on

સુરતના બે દિવસ ઉઘાડ નીકળ્યા બાદ સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation ) દ્વારા ઠેર ઠેર પડેલા ખાડાઓના રીપેરીંગ અને પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી, પણ આ દરમ્યાન પડેલા વરસાદે બધી જ કામગીરી ચપટીમાં ધોઈ નાંખી છે. અને પાલિકાની કામગીરી ફરી શૂન્ય પર આવીને અટકી છે. 

ચોમાસામાં રસ્તાનું ધોવાણ થતા અસંખ્ય ફરિયાદો સુરત મહાનગરપાલિકા પાસે આવી હતી. રોડ પર પડેલા ખાડાઓને કારણે ઠેર ઠેર અકસ્માતના પણ બનાવો સામે આવ્યા હતા. તેવામાં બે દિવસ વરસાદે વિરામ લેતા મનપા દ્વારા અલગ અલગ ઝોનમાં તૂટેલા રસ્તાઓની ફરિયાદ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બે દિવસમાં કોર્પોરેશને લગભગ 800 ટન કરતા પણ વધારે ડામર વાપરીને રસ્તાના રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી.

જોકે રવિવારે જે રીતે વરસાદ ફરી એકવાર વરસ્યો હતો તે પછી પાલિકાએ ઉતાવળમાં કરેલી આ રસ્તાની સમસ્યા જ્યાં હતી ત્યાં આવીને અટકી ગઈ છે. અલગ અલગ ઝોનમાં રસ્તાઓ જે રીપેર કરવામાં આવ્યા હતા તેનું ડામર ફરી એકવાર નીકળી જતા વાહનચાલકોને ફરી હેરાન થવાનો વારો આવ્યો છે. સુરતમાં 62 કિમિ જેટલા રસ્તાઓ તૂટી ગયા હતા. જેમાંથી સેન્ટ્રલ ઝોનમાં લગભગ 35 કીમી જેટલા રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવ્યું હતું. અન્ય ઝોનમાં આ કામગીરી હજી ચાલી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વરસાદનો ઉઘાડ નીકળતા પાલિકાએ તાકીદના ધોરણે હોટ મિક્સ પ્લાન્ટ શરૂ કરાવ્યા હતા. અને કામગીરી શરૂ કરી હતી. પરંતુ વરસાદે આ કામગીરીનું ધોવાણ કરી દીધું છે. હવે રસ્તાઓની હાલત જે પહેલા હતી તેના કરતા પણ ખરાબ થઇ ગઈ છે. જે વાહનચાલકો માટે જોખમી પણ સાબિત થઇ રહી છે.

માત્ર રસ્તાઓ પર જ નહીં પરંતુ શહેરના અનેક બ્રિજ પર પણ મોટા મોટા ખાડા પડ્યા છે. જેને રીપેરીંગ હજી કરવામાં આવ્યા નથી. બ્રિજ પર તો ડામરના એક કે બે લેયર હોવાના કારણે જ્યાં બ્રિજ પર ખાડા પડ્યા છે ત્યાં સળિયા પણ દેખાવા લાગ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા આ કામગીરી ક્યારે કરે છે.

આ પણ વાંચો: નટુકાકાનું નિધન, તારક મહેતા કા ઉલટા ચશ્માંના અભિનેતા ઘનશ્યામ નાયકનું અવસાન

આ પણ વાંચો: ગજબ: નવસારી સબજેલનો નવતર પ્રયોગ, કેદીઓને ડાયમંડ વર્કની ટ્રેનિંગ સાથે અપાશે આટલું મહેનતાણું

Published On - 7:18 am, Mon, 4 October 21

Next Article