સુરતના સચિન વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે આરોપીનો સ્કેચ જાહેર કર્યો છે. ઘટનાના ચાર-ચાર દિવસ બાદ પણ નરાધમ આરોપી ન ઝડપાતા પોલીસે આરોપીની શોધખોળ માટે કાર્યવાહી ઝડપી બનાવી છે. દુષ્કર્મ કેસમાં પોલીસે SITની રચના કરી છે. અને આરોપીને શોધવા 25 ટીમો બનાવી છે. જે જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનું મોજું: સૌથી વધુ ઠંડી નલિયામાં, જાણો ક્યાં કેટલી પડી ઠંડી
મહત્વનું છે કે સચિન વિસ્તારમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. સચિન GIDC વિસ્તારમાં બાળકી પોતાના પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ હવસખોર બાળકીને તેના ઘર નજીક છોડીને ફરાર થઈ ગયો હતો. સચિન જીઆઈડીસી પોલીસે તેની સામે કલમ 376 અને કલમ 377 મુજબ ગુનો નોંધ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો