Surat Ganesh Utsav : ગયા વર્ષે કોરોનાના કારણે ગણેશ મહોત્સવ ઉજવાય શક્યો ન હતો. પરંતુ આ વર્ષે ગણપતિ મહોત્સવને સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવતા ગણેશભક્તો માં ખુશીનો અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકોએ ગણપતિ બાપ્પા ને આવકારવા માટે ની આખરી તૈયારીઓ શરૂ પણ કરી દીધી છે.ખાસ કરીને દર વર્ષે ગણપતિજી ની મૂર્તિ ના શણગાર અને આભૂષણો પાછળ ગણેશ ભક્તો ખૂબ ખર્ચો કરતા હોય છે.બાપ્પા ના શણગાર અને આભૂષણો પાછળ લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરતા પણ અચકાતા નથી.
ગણપતિ મહોત્સવ માં ભલે આ વર્ષે સરકારે મોટા આયોજનો માટે પરવાનગી નથી આપી. પરંતુ ગણેશભક્તો ગણપતિ બાપ્પા ના શણગાર અને ડેકોરેશન પાછળ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.ગણપતિ બાપ્પા ના આભૂષણો જેમાં મુગટ,હાથ ના ઘરેણાં અને ગળા ના ઘરેણાં માં મોતી, ડાયમંડ તેમજ જરદોશી નો ઉપયોગ કરીને બનાવ્યા છે.અને જેની કિંમત રૂપિયા 2000 થી લઈને રૂપિયા 100000 સુધી જાય છે.
સુરત ના અંબિકા નિકેતન પાસે રહેતા અને ગણપતિજી ના આભૂષણો બનાવવાનું કામ કરતા પરિમલ ગજ્જર કહે છે કે “લોકો શ્રીજીના શણગાર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.ગયા વર્ષે તો કોરોના ના કારણે ઉજવણી શક્ય થઈ શકી ન હતી. પરંતુ આ વર્ષે જ્યારે સરકારે ગણેશોત્સવ ઉજવવા છૂટ આપી છે .ત્યારે લોકો એ તેની તૈયારી શરૂ કરી દીધી છે.
સરકારે ભલે મોડે મોડે છૂટ આપી છે.પણ તેમની પાસે સુરત ,નવસારી,તાપી અને ભરૂચ થી લોકો આભૂષણો બનાવડાવે છે.તે જરદોશી,મેટલ અને અન્ય વસ્તુઓ માંથી આ આભૂષણો બનાવવાનું કામ કરે છે .ઘણીવાર તેઓ ડાયમંડ નો પણ શણગાર કરાવે છે.જેની પાછળ લોકો રૂ. 2000 થી રૂ. 100000 સુધી નો ખર્ચો પણ લોકો કરે છે.
4 ફૂટ સુધી ની પ્રતિમાઓ માં શણગાર કરવામાં તેમને મુશ્કેલી પડે છે.કારણકે તેમાં ખૂબ બારીકાઈથી અને ઝીણવટભર્યું કામ કરવુ પડે છે. ઘરેણાં બનાવતા તેમને 4 થી 5 દિવસ નીકળી જાય છે.આ વર્ષે પણ ગણેશભક્તો મોટા પ્રમાણ માં આભૂષણો પાછળ ખર્ચો કરી રહ્યા છે.
પરિમલ ભાઈ ગણપતિ ઉત્સવની ઉજવણી બાદ શણગારમાં આપેલી ફૂલ અને અન્ય સામગ્રી પોતાના ગ્રાહકો પાસે પાછી લઇ લે છે.અને પછી તેનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરે છે.તેઓ આ સામગ્રી મહાનગરપાલિકા ને પણ આપે છે.જેથી સ્વચ્છતા પણ રહે સાથે સાથે તેનો ઉપયોગ પણ થઈ શકે.
આ પણ વાંચો :