JCB ચલાવી ફોટોસેશન કરાવવું ગુજરાતના એક સાંસદને પડ્યું ભારે, પોલીસે ફટકાર્યો દંડ, જુઓ VIDEO

|

Feb 10, 2019 | 5:21 AM

ગયા વર્ષે મે મહિનાની ચોથી તારીખે સુરત સાંસદ દર્શના જરદોશે ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઇસન્સ ન હોવા છતાં મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો.     સુરતના એક જાગૃત નાગરિક સંજય એઝાવા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને સુરત ટ્રાફિક સેક્ટર -1ના […]

JCB ચલાવી ફોટોસેશન કરાવવું ગુજરાતના એક સાંસદને પડ્યું ભારે, પોલીસે ફટકાર્યો દંડ, જુઓ VIDEO

Follow us on

ગયા વર્ષે મે મહિનાની ચોથી તારીખે સુરત સાંસદ દર્શના જરદોશે ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઇસન્સ ન હોવા છતાં મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો.

 

 

સુરતના એક જાગૃત નાગરિક સંજય એઝાવા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને સુરત ટ્રાફિક સેક્ટર -1ના મદદનીશ પોલીસ કમિશનર કચેરી દ્વારા આ મામલે તપાસ કરીને ‘સાંસદ દર્શના જરદોશ ફક્ત ડ્રાઈવર સીટ પર બેસીને કામદારોનો ઉત્સાહ વધારવા માટે ફોટો પડવામાં આવ્યો હતો’ એવો જવાબ આપીને ફરિયાદ રફેદફે કરવાના પ્રયાસો કરાયા હતા.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

પરંતુ તારીખ 11-6-18ના રોજ ફરી સંજય એઝાવા દ્વારા સિટી પોલીસ કમિશનરને મશીન ડ્રાઈવ કરતો વીડિયો સાથે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરના આદેશાનુસાર ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર, ટ્રાફિક સેક્ટર-1 દ્વારા 24 ઓગસ્ટના રોજ સાંસદ દર્શના જરદોશ પાસેથી મોટર વ્હિકલ કલમ 181 મુજબ વગર લાઇસન્સે JCB ચલાવવા બદલ 500નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

TV9 Gujarati

 

જોકે વર્ષ 2018ની આ ઘટનાની તમામ માહિતી શનિવારે બહાર આવતા હાલ લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

[yop_poll id=1265]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article