Surat : વરાછા વિસ્તારના લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા કનડગતનું દર્દ ફરી ઉપડ્યું, પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આવ્યા એક્શનમાં

|

May 08, 2022 | 9:45 AM

સુરતમાં(Surat) છેલ્લા 20 દિવસથી ફરી એકવાર વરાછા વિસ્તારની પ્રજાને ટ્રાફિક દંડ બાબતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ તેમને મળી હતી. જેને ધ્યાનમાં રાખીને આજે તેઓ વરાછા હીરાબાગ સર્કલ પાસે હતા અને જે તે સંબંધિત અધિકારીઓને બોલાવીને લોકોને થતી હેરાનગતિ બંધ કરવા સૂચના આપી હતી.

Surat : વરાછા વિસ્તારના લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા કનડગતનું દર્દ ફરી ઉપડ્યું, પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આવ્યા એક્શનમાં
Surat Former Minister Kumar Kanani In Action

Follow us on

સુરતની (Surat) વરાછા બેઠકના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી(Kumar Kanani)  ફરી એકવાર એક્શનમાં દેખાય છે. પૂર્વ આરોગ્ય મંત્રીએ ફરી એકવાર વરાછા વિસ્તારની પ્રજા નો દર્દ સમજ્યું છે. અને તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. વાસ્તવમાં આ દર્દ છે વરાછા વિસ્તારની પ્રજાને નડતા ટ્રાફિક પોલીસના ઉઘરાણાનો. ટ્રાફિક પોલીસ દ્વારા આ વિસ્તારના લોકોને ખોટી રીતે હેરાનગતિ કરી ને તેમની પાસેથી દંડ ઉઘરાવવામાં આવતો હોવાની ફરિયાદ કુમાર કાનાણીને મળી હતી. જે બાબતે તેઓ પહેલાં પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખી ચૂકયા છે. તેમના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી તે દંડ ઉઘરાવવાની કામગીરી બંધ હતી. પરંતુ છેલ્લા 20 દિવસથી ફરી એકવાર વરાછા વિસ્તારની પ્રજાને ટ્રાફિક દંડ બાબતે હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદ તેમને મળી હતી. જેને ધ્યાનમાં રાખીને આજે તેઓ વરાછા હીરાબાગ સર્કલ પાસે હતા અને જે તે સંબંધિત અધિકારીઓને બોલાવીને લોકોને થતી હેરાનગતિ બંધ કરવા સૂચના આપી હતી.

શાંતિપૂર્વક રીતે તેનો વિરોધ કરશે તેવી ગર્ભિત ચીમકી

તારીખ 8 એપ્રિલ ના રોજ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને સીટ બેલ્ટ અને હેલ્મેટ નો દંડ બંધ કરવા માટે પત્ર લખ્યો હતો. અને તે બાદ આજે તેમણે ફરી એકવાર સુરત ટ્રાફિક ડીસીપી ને પત્ર લખ્યો છે. અને જણાવ્યું છે કે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે તેની જગ્યાએ ટ્રાફિક ના સંચાલન પર વધુ ધ્યાન આપવામાં આવે. જો તેમ નહીં કરવામાં આવશે તો તેઓ શાંતિપૂર્વક રીતે તેનો વિરોધ કરશે તેવી ગર્ભિત ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

હીરાબાગ સર્કલ અને રચના સર્કલ જેવા પોઇન્ટ પર દંડ વસુલવાની કાર્યવાહી

ટ્રાફિક પોલીસને લખેલા પત્રમાં તેમણે ઉમેર્યું છે તેઓએ લેખિત અને મૌખિક રીતે વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા દંડ કરવામાં આવી રહ્યો હતો તે બંધ કરવા રજૂઆતો કરી છે. જે અનુસંધાને દંડ ઉઘરાવવાનું બંધ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા દિવસથી ફરીવાર આઠ દસ કે પંદર વીસના ટોળામાં દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં હીરાબાગ સર્કલ અને રચના સર્કલ જેવા પોઇન્ટ પર દંડ વસુલવાની કાર્યવાહી થઈ રહી છે. જેનો તેમણે વિરોધ કરીને આ કાર્ય બંધ કરવા માંગણી કરી છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા

નોંધનીય છે કે કુમાર કાનાણી જ્યારે ડેપ્યુટી મેયર હતા ત્યારે પણ સુરત મહાનગરપાલિકાના શાસકો અને તંત્રની કામગીરી સામે તેમણે અનેક વાર સવાલો ઉઠાવ્યા છે. એટલું જ નહીં ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી તરીકે પણ તેઓએ સરકારની, મહાનગરપાલિકાની તેમજ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. જોવાનું એ રહેશે કે હવે ફરી એકવાર જ્યારે ધારાસભ્ય કુમાર કાનાણીને ટ્રાફિક પોલીસના ઉઘરાણી બાબતનો પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યારે તેનું નિરાકરણ પોલીસ દ્વારા કેવી રીતે લાવવામાં આવે છે.

Published On - 9:36 pm, Sat, 7 May 22

Next Article