સુરતમાં પુંઠા બનાવી ગુજરાન ચલાવતી મહિલાને GST વિભાગે દોઢ કરોડની ફટકારી નોટિસ

માંડ માંડ જેના ઘરનું ગુજરાન ચાલે છે. તેને GST વિભાગે દોઢ કરોડ ટેક્સ ભરવાની નોટિસ ફટકારી દીધી. અચંબામાં મૂકી દે તેવી આ ઘટના છે સુરતની. જ્યાં પાંડેસરા વિસ્તારમાં રાધિકા મિસ્ત્રી નામની મહિલા રહે છે. તે પૂંઠા બનાવવાનું કામ કરે છે. 3 મહિના પહેલા અચાનક ઘરે એક લેટર આવ્યો. પરબીડીયું ખોલીને જોયું તો પગ તળેથી જમીન […]

સુરતમાં પુંઠા બનાવી ગુજરાન ચલાવતી મહિલાને GST વિભાગે દોઢ કરોડની ફટકારી નોટિસ
| Updated on: Nov 01, 2020 | 11:37 PM

માંડ માંડ જેના ઘરનું ગુજરાન ચાલે છે. તેને GST વિભાગે દોઢ કરોડ ટેક્સ ભરવાની નોટિસ ફટકારી દીધી. અચંબામાં મૂકી દે તેવી આ ઘટના છે સુરતની. જ્યાં પાંડેસરા વિસ્તારમાં રાધિકા મિસ્ત્રી નામની મહિલા રહે છે. તે પૂંઠા બનાવવાનું કામ કરે છે. 3 મહિના પહેલા અચાનક ઘરે એક લેટર આવ્યો. પરબીડીયું ખોલીને જોયું તો પગ તળેથી જમીન સરકી ગઈ. GST વિભાગ તરફથી આવેલા પત્રમાં રૂપિયા દોઢ કરોડ ટેક્સ ભરવાનું કહેવાયું હતું.

 

 

નવાઈની વાત તો એ છે કે આ મહિલા ચાલીમાં એક ભાડાના મકાનમાં રહે છે. પતિથી અલગ રહેતી આ મહિલા પૂંઠા બનાવીને પોતાનું અને બાળકોનું પેટ ભરે છે. તેને દોઢ કરોડનો ટેક્સ કેવી રીતે લાગે ? આ સવાલનો જવાબ મેળવવા તે GST ઓફિસમાં ગઈ તો અધિકારીઓએ તેના પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે કદી દીધુ કે ટેક્સ નહીં ભરો તો જેલમાં જવું પડશે. જોકે ઘટનાને લઈ GST વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. GST વિભાગમાં કોની ભૂલથી આવી ઘટના બની છે તે એક મોટો સવાલ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો