શહેરના મહિધરપુરા(Mahidharpura ) વિસ્તારમાં, 51 પરિવારો (Families )મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે તેમને પાંચ દિવસની અંદર તેમના મકાનો અને દુકાનો ખાલી કરીને અન્ય સ્થળે જવું પડશે. આ માટે તેમને ન તો કોઈ વળતર મળશે કે ન તો વૈકલ્પિક આવાસ. અસરગ્રસ્તોના મકાનો અને દુકાનો તોડીને મેટ્રો કોરિડોર બનાવવામાં આવશે.
જે જમીન પર 51 પરિવારોનો કબજો છે તેનો કબજો લેવા 19 વર્ષ પહેલા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી અસરગ્રસ્તોને વળતર કે વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા નથી. તેમ છતાં, જિલ્લા કલેકટરે તમામ 51 પરિવારોને 12 ઓક્ટોબર સુધીમાં જમીન ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.
મસ્કતી હોસ્પિટલ પાસે એક ડિસ્ટ્રિક્ટ સેન્ટર બનાવવાની યોજના હતી. આ માટે હોસ્પિટલ પાસેની જમીન સંપાદન કરવા માટે 2002 માં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. બિલ્ડિંગમાં રહેતા પરિવારો અને દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ પાછળથી આ પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો. જે બાદ જિલ્લા કલેકટર કચેરીના જમીન સંપાદન વિભાગે પણ જમીન સંપાદનની પ્રક્રિયા મોકૂફ રાખી હતી. આ દરમિયાન, અસરગ્રસ્તોને વળતરની પ્રક્રિયા કરવામાં આવી ન હતી. હવે અહીં મેટ્રો પ્રોજેક્ટની લાઇન -1 નું કામ ચાલી રહ્યું છે. મેટ્રો લાઇન -1 માટે,આ મકાનની જમીન જરૂરી છે. આ માટે મેટ્રો પ્રશાસને જમીન સંપાદન માટે કલેક્ટરને દરખાસ્ત મોકલી હતી.
2002 ની જમીન સંપાદન પ્રક્રિયાના આધારે, કલેકટરે 12 સપ્ટેમ્બરના રોજ નોટિસ જારી કરી છે અને તમામ 51 પરિવારોને 12 ઓક્ટોબર સુધીમાં તેમના મકાનો અને દુકાનો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમના સ્તરે જમીન ખાલી કરવાની પણ ચેતવણી આપી છે. કલેકટરે નોટિસ આપીને અને તમામ 51 પરિવારોને 12 ઓક્ટોબર સુધીમાં તેમના મકાનો અને દુકાનો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો.
મુખ્યમંત્રી-મેયરને અરજી કરી
કલેક્ટરની નોટિસ મળ્યા બાદ ઘર અને દુકાન માલિકોની ઊંઘ ઉડી ગઈ છે. તેમના માટે મોટી સમસ્યા એ છે કે તેઓ તહેવાર પર પરિવાર સાથે ક્યાં જશે. તેમની ફરિયાદો જણાવવા માટે, અસરગ્રસ્તોમાંથી એક સુરતના મેયર હેમાલી બોઘાવાલાને મળ્યા અને તેમને તેમના નિવાસસ્થાનનો તાત્કાલિક કબજો લેવાને બદલે થોડો વધુ સમય આપવા કહ્યું. પાલિકા અને કલેકટરે અસરગ્રસ્તો માટે વૈકલ્પિક સ્થળોની વ્યવસ્થા કરવી જોઈએ. તેમને મેયર તરફથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ પછી, કેટલાક અસરગ્રસ્તો પણ ગુરુવારે ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા.
734 ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની છે
મસ્કતી પાસે 734 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની છે. આ જમીન પર કુલ 51 લોકોનો કબજો છે. જેમાં 19 માલિકો છે અને 32 જેટલા ભાડૂતો છે. જુલાઈ 2004 માં જમીન સંપાદન વિભાગે 34 લોકોને 145.48 અને 153.77 ચોરસ મીટર જમીન સંપાદન કરવા નોટિસ આપી હતી, પરંતુ જમીનનો કબજો લેવામાં આવ્યો ન હતો.
અસરગ્રસ્તોએ કહ્યું કે ઘર માટે ઘર, દુકાન માટે દુકાન આપવી જોઈએ
અસરગ્રસ્તોનું કહેવું છે કે હાલના જમીન સંપાદન કાયદા હેઠળ અમને વળતર આપવામાં આવશે. એક સ્થાનિકનું કહેવું છે કે શહેરનો વિકાસ કરવો જરૂરી છે, પણ આપણને પણ ન્યાય મળવો જોઈએ. અમે વર્ષોથી અહીં વ્યવસાય કરીએ છીએ. 6 તારીખના ના રોજ નોટિસ મળી અને 12 મીએ ખાલી થવા કહ્યું. મ્યુનિસિપલ ટાઉન પ્લાનર મનીષ ડોક્ટરે જણાવ્યું હતું કે વર્ષ 2002 માં ત્યાં ડિસ્ટ્રિક્ટ સેન્ટર બનાવવાની યોજના હતી.
તેથી જ ત્યાંના લોકોને જમીન સંપાદિત કરવાનું કહેવામાં આવ્યું. પ્રોજેક્ટ તે સમયે પ્રગતિ કરી ન હતી, તેથી આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે મેટ્રો પ્રોજેક્ટ માટે જમીન જરૂરી હોવાથી જમીન સંપાદનની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. હાલ મામલો જમીન સંપાદન વિભાગમાં છે.
આ પણ વાંચો : Surat : 31 કરોડમાં બનેલા કોઝવેને 14 કરોડના ખર્ચે રીપેર કરવાનું કામ સ્થાયી સમિતિમાં મંજુર
આ પણ વાંચો : સુરત સિવિલ દેશની એવી પ્રથમ સરકારી હોસ્પિટલ બની કે જ્યાં ગર્ભમાં રહેલા બાળકની સારવાર શક્ય બનશે