સુરતની સુપર મોમે તૈયાર કર્યો ‘સુરતી રમઝટ’ નામે વર્ચ્યુઅલ ગરબા ડાન્સ, ગુજરાતના 28 લોકનૃત્યોનો કર્યો સમાવેશ

ગુજરાતના અલગ અલગ 28 પ્રકારના લોકનૃત્યોનો ઉપયોગ કરીને DID સુપર મોમ (ડાન્સ ઈન્ડિયા ડાન્સ) ફેઈમ શ્રદ્ધા શાહે સુરતી રમઝટ નામનું વર્ચ્યુઅલ ગરબાનો વીડિયો બનાવ્યો છે. કોરોના મહામારીના કારણે મોટાભાગના તહેવારો વર્ચ્યુઅલ અને ઓનલાઈન થઈ ગયા છે ત્યારે ગુજરાતીઓના મનપસંદ ગરબા પણ હવે ઓનલાઈન જ જોવા મળી રહ્યા છે. નવરાત્રી ગુજરાત સહિત દેશભરમાં લોકપ્રિય તહેવાર છે. […]

સુરતની સુપર મોમે તૈયાર કર્યો સુરતી રમઝટ નામે વર્ચ્યુઅલ ગરબા ડાન્સ, ગુજરાતના 28 લોકનૃત્યોનો કર્યો સમાવેશ
| Edited By: | Updated on: Oct 19, 2020 | 9:07 PM

ગુજરાતના અલગ અલગ 28 પ્રકારના લોકનૃત્યોનો ઉપયોગ કરીને DID સુપર મોમ (ડાન્સ ઈન્ડિયા ડાન્સ) ફેઈમ શ્રદ્ધા શાહે સુરતી રમઝટ નામનું વર્ચ્યુઅલ ગરબાનો વીડિયો બનાવ્યો છે. કોરોના મહામારીના કારણે મોટાભાગના તહેવારો વર્ચ્યુઅલ અને ઓનલાઈન થઈ ગયા છે ત્યારે ગુજરાતીઓના મનપસંદ ગરબા પણ હવે ઓનલાઈન જ જોવા મળી રહ્યા છે. નવરાત્રી ગુજરાત સહિત દેશભરમાં લોકપ્રિય તહેવાર છે. પણ અહીં તેની જે ઉજવણી થાય છે, તે ભાગ્યે જ ક્યાંક જોવા મળે અને તેમાં પણ સુરતની વાત હોય તો પૂછવાનું જ શું?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

DID સુપર મોમથી લાઈમ લાઈટમાં આવેલી સુરતી મોમ શ્રદ્ધા શાહ અને તેના ગ્રુપ દ્વારા સુરતી રમઝટ નામક ગરબા તૈયાર કરવામાં આવ્યા છે. આ ગરબામાં શ્રદ્ધા શાહ સિવાય શ્યામા પટેલ, ફેરી મહેતા, શ્રદ્ધા તમાકુવાળા અને માન્યા દેસાઈએ ભાગ લીધો છે. આ ગરબામાં ગુજરાતના અલગ અલગ 28 જેટલા લોકનૃત્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સાથે સાથે સુરતની ઓળખ સમાન જગ્યાઓ પર તેનું શૂટિંગ કરવામાં આવ્યું છે. સુરતના પૌરાણિક અંબિકા નિકેતન મંદિર, ડુમસ બીચ, કેબલ બ્રિજ, અને અન્નપૂર્ણા માતાના મંદિરમાં તેનું શૂટિંગ કરવામાં આવ્યું છે. જે પૂર્ણ કરતા 3 દિવસ લાગ્યા છે. સાડા 3 મિનિટના આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો