
જેવું નામ તેવું કામ. કેટલાક લોકો પોતાના નામને સાચા અર્થમાં સાર્થક કરતાં હોય છે. આવું જ કંઈક કરી બતાવ્યું છે સુરતની એક દીકરીએ. માત્ર 11 વર્ષની ઉંમરે સુરતમાં રહેતી સિદ્ધિ પટેલે મોટી સિદ્ધિ મેળવી છે.
સિદ્ધિએ 210 જેટલા પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ઉંચામાં ઉંચો પિરામિડ બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
પહેલાં તેણે પ્લાસ્ટિકના 23 ફ્લોર બનાવ્યા હતા, 15 ફ્લોર પછી એવું થતું હતું કે હવાના કારણે, શ્વાસોશ્વાસને કારણે, બાજુમાંથી કોઈ પસાર થાય તેના કારણે પ્લાસ્ટિકના પિરામિડ બનતા રહી જતો હતો. સમય જતાં તેણીએ માઈક્રો ઓબ્ઝર્વેશન સ્કિલ વધતી ગઈ અને તેણીએ પિરામિડ બનાવવામાં વધુ ક્લિયરીટી અને ચોક્સાઈ રાખી.
ધીરે ધીરે તેણીએ જોયું કે આ પિરામિડ બનાવવા બ્રિધીંગ કન્ટ્રોલ બહુ જરૂરી છે એટલે તેણી બ્રિધીંગ ટેક્નિક ડેવલપ કરી. એપ્રિલ મહિનામાં ગુજરાત સરકાર તરફથી કોવિડ 19માં બે મિનિટની ઇનોવેટિવ વિડીયો કોમ્પિટિશન રાખવામાં આવી હતી. જેમાં સિદ્ધિએ આખા ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
દરેક બાળકમાં સર્જન શક્તિ રહેલી હોય છે જરૂર છે તેને શોધવાની અને નિખારવાની. છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી નાનકડી સિદ્ધિએ આ સિદ્ધિ મેળવી સાબિત કરી દીધું કે સફળતા માટે ઉંમર નહિ પણ મજબૂત મનોબળ જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 8:20 am, Mon, 7 September 20