Surat: કોરોનાના કેસમાં થયો વધારો, SOPનું પાલન નહીં કરનાર વ્યક્તિઓ પર મનપાએ કરી લાલ આંખ

|

Mar 15, 2021 | 12:06 PM

સુરતમાં કોરોનાના કેસ વધ્યાં છે..તેવામાં SOPનું પાલન નહીં કરનાર વ્યક્તિઓ પર સુરત મનપાએ લાલ આંખ કરી છે. સુરતમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારાયો છે.

સુરતમાં કોરોનાના કેસ વધ્યાં છે..તેવામાં SOPનું પાલન નહીં કરનાર વ્યક્તિઓ પર સુરત મનપાએ લાલ આંખ કરી છે. સુરતમાં માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારાયો છે. મનપા દ્વારા જે આંકડા જાહેર થયા છે, તે મુજબ રવિવારે 196 લોકો પાસેથી 1 લાખ 96 હજાર રૂપિયાનો દંડ વસુલાયો છે.

સુરતની શાળાઓમાં પણ સંક્રમણના કેસ વધ્યા છે, જેને લઈ કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા શાળાઓને તાકીદ કરાઈ છે. બાળકો વચ્ચે સામાજિક અંતર રાખવા ખાસ તાકીદ કરાઈ છે, તો દરેક બાળકો ફરજિયાત માસ્ક પહેરે એની કાળજી રાખવા સૂચના અપાઈ છે. બાળકોનું શારિરીક તાપમાન સામાન્ય કરતા વધુ હોય તો શાળાએ ન આવવા સૂચના અપાઈ છે.

Next Video