સુરત મનપાની ટીમે માસ્ક ન પહેરનારા સામે કાર્યવાહી કરવા લીધી પોલીસની મદદ

સુરત શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, છેલ્લા એક મહિનાની વાત કરીએ તો સરેરાશ 175થી 180 જેટલા કેસ રોજના નોંધાઈ રહ્યા છે. સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી વેકસિન નહીં શોધાય ત્યાં સુધી માસ્ક એ જ વેકસિન છે છતાં પણ સુરતમાં લોકોમાં માસ્ક ન પહેરવા બાબતે ગંભીર બેદરકારી […]

સુરત મનપાની ટીમે માસ્ક ન પહેરનારા સામે કાર્યવાહી કરવા લીધી પોલીસની મદદ
| Edited By: | Updated on: Oct 17, 2020 | 10:39 PM

સુરત શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, છેલ્લા એક મહિનાની વાત કરીએ તો સરેરાશ 175થી 180 જેટલા કેસ રોજના નોંધાઈ રહ્યા છે. સુરત શહેર મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી વેકસિન નહીં શોધાય ત્યાં સુધી માસ્ક એ જ વેકસિન છે છતાં પણ સુરતમાં લોકોમાં માસ્ક ન પહેરવા બાબતે ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. આજ કારણથી આજે સુરત મહાનગર પાલિકાની ટીમ માસ્ક ચેકિંગ માટે ઉતરી હતી. મહત્વની વાત તો એ હતી કે આ વખતે ફક્ત મહાનગર પાલિકાની ટીમ નહોતી, પરંતુ મનપાની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરતના વેડ રોડ વિસ્તારમાં મહાનગર પાલિકાની ટીમ અને પોલીસની ટીમ દ્વારા માસ્ક ન પહેરનારા તત્ત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેને કારણે દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. માસ્ક ન પહેરનારા દુકાનદારોના ફોટા પાડીને મનપાની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અત્યાર સુધી ફક્ત સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમના સભ્યો જ આ કામગીરી કરતા હતા. પરંતુ વિરોધને પગલે આ પહેલી વખત જ હશે, જ્યારે પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવી હોય. મોટી સંખ્યામાં મનપાની ટીમના સભ્યો સાથે પોલીસને જોઈને વેડરોડના દુકાનદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળ્યું કે સુરતના લોકોમાં માસિક ન પહેરવાના કારણથી કોરોના વધારે વકરી રહ્યો છે. જેના કારણે હવે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ મેદાનમાં ઉતરી છે અને તે પણ પોલીસ બંદોબસ્ત સાથે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો