સુરતમાં કોરોનાની ઐસી કી તૈસી, ચાલુ ફરજે નવ TRBનાં જવાનોએ કરી જન્મદિવસની જાહેરમાં ઉજવણી, રીટર્ન ગિફ્ટમાં પોલીસ અધિકારીઓ કર્યા તમામને સસ્પેન્ડ

|

Jul 07, 2020 | 1:38 PM

 સુરતમાં જાહેરમાં કેપ કાપીને કાયદાનાં ધજાગરા ઉડાડવાનો સિલસિલો અટક્યો નથી. હવે આ લિસ્ટમાં જાહેરમાં કેક કાપી ટીઆરબી જવાનો દ્વારા જન્મદિવસની ઉજવણીનો વિડિયો સામે આવ્યો છે. આ વિડિયો સામે આવતા જ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોતરાઈ ગયા હતા અને એક મહિલા સહિત 9 TRB જવાનોને છુટા કરી દીધા હતા. સુરતનાં પુનાગામ સીતાનગર ઓવરબ્રીજ પાસે આ લોકો […]

સુરતમાં કોરોનાની ઐસી કી તૈસી, ચાલુ ફરજે નવ TRBનાં જવાનોએ કરી જન્મદિવસની જાહેરમાં ઉજવણી, રીટર્ન ગિફ્ટમાં પોલીસ અધિકારીઓ કર્યા તમામને સસ્પેન્ડ
http://tv9gujarati.in/surat-ma-korona-…ni-tamam-suspend/

Follow us on

 સુરતમાં જાહેરમાં કેપ કાપીને કાયદાનાં ધજાગરા ઉડાડવાનો સિલસિલો અટક્યો નથી. હવે આ લિસ્ટમાં જાહેરમાં કેક કાપી ટીઆરબી જવાનો દ્વારા જન્મદિવસની ઉજવણીનો વિડિયો સામે આવ્યો છે. આ વિડિયો સામે આવતા જ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોતરાઈ ગયા હતા અને એક મહિલા સહિત 9 TRB જવાનોને છુટા કરી દીધા હતા. સુરતનાં પુનાગામ સીતાનગર ઓવરબ્રીજ પાસે આ લોકો દ્વારા જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. એક મહિલા TRBનો જન્મ દિવસ હતો જેમાં અન્ય પણ સામેલ થયા હતા. એક તરફ સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે તો બીજી તરફ ચાલુ ફરજે આ રીતે જન્મદિવસની ઉજવણી કેટલી યોગ્ય છે તે સવાલ ઉઠી રહ્યો છે. પોલીસ કમિશનરનાં જાહરનામાનાં ભંગ અંગે હજુ કોઈ ગુનો નોંધવામાં નથી આવ્યો.

Next Article