સુરતમાં ચંદીપડવાની શરૂ થઈ તૈયારીઓ, ઘારી બનાવવાની શરૂઆત

|

Oct 15, 2020 | 6:04 PM

‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત તો હવે ખુણે ખુણે જાણીતી છે. સુરત આવો અને ખાવાની ચીજોનાં જેટલાં નામ ગણો તેટલાં ઓછા પડે તેમ છે. અહીંનો ખમણ,લોચો તો ખરાં જ પણ જ્યારે ચંદીપડવો આવે ત્યારે અચુકથી સુરતની ઘારી પણ યાદ આવી જાય, નવરાત્રી બાદ હવે જ્યારે ચંદીપડવો નજીક આવી રહ્યો છે, ત્યારે સુરતમાં ઘારી […]

સુરતમાં ચંદીપડવાની શરૂ થઈ તૈયારીઓ, ઘારી બનાવવાની શરૂઆત

Follow us on

‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ આ કહેવત તો હવે ખુણે ખુણે જાણીતી છે. સુરત આવો અને ખાવાની ચીજોનાં જેટલાં નામ ગણો તેટલાં ઓછા પડે તેમ છે. અહીંનો ખમણ,લોચો તો ખરાં જ પણ જ્યારે ચંદીપડવો આવે ત્યારે અચુકથી સુરતની ઘારી પણ યાદ આવી જાય, નવરાત્રી બાદ હવે જ્યારે ચંદીપડવો નજીક આવી રહ્યો છે, ત્યારે સુરતમાં ઘારી બનાવવાની શરૂઆત થવા લાગી છે. સુરત અને ઘારીનું નામ એક સાથે જ લેવાય છે. કારણ કે આ એક જ મિઠાઈ એવી છે જે સુરતમાં સૌથી શ્રેષ્ઠ બને છે અને સુરત પણ તેનાં નામથી જ ઓળખાય છે. મિઠાઈની દુકાનોમાં આમ તમને ઘારી સામાન્ય દિવસોમાં કદાચ ઓછી જોવા મળે પણ જ્યારે ચંદીપડવો નજીક આવે ત્યારે અહીં ગોડાઉનનાં ગોડાઉન ભરીને ઘારી તૈયાર કરવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુરતમાં પણ જામખંભાળિયાનાં ઘીથી લથબથતી ઘારીની સોડમ ફેલાવા લાગી છે અને કારીગરો ઘારી બનાવવાની તૈયારીમાં મંડી પડ્યા છે. ઘારી ખાવાનાં શોખીન માત્ર સુરતીઓ જ નથી પણ એનઆરઆઈ પણ છે. એટલે જ તો વિદેશો અને અન્ય શહેરોમાં પણ ઘારીની ખાસ્સી ડિમાન્ડ રહે છે. હવે ચંદીપડવાની એક દિવસની ઉજવણી પણ શહેરીજનો માટે જાણે મોટો તહેવાર બની ગયો છે અને ઘીથી નીતરતી ઘારી ખાનારા સુરતીઓ હવે વિશ્વભરમાં જાણીતા પણ થઈ ગયાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે આ વર્ષે કોરોનાના કારણે ઓર્ડર દર વર્ષ કરતા થોડા ઓછા મળ્યા છે પણ મીઠાઈ વિક્રેતાઓને આશા છે કે જેમ જેમ ચંદી પડવો નજીક આવશે તેમ તેમ ઘારી અને ભુસુ ખાવાના શોખીનો ઓર્ડર આપશે. આ વર્ષે કોરોનાના કારણે ગૌરવપથ પર એટલી ભીડ જોવા નહીં મળે પણ લોકો ઘરના ધાબા પર જ ચંદી પડવો ઉજવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article