
હાલ જયારે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યમાં શાળા-કોલેજોની સાથે ટયુશન કલાસીસ પર પ્રતિબંધ છે. આમ છતાં ટયુશન કલાસીસના સંચાલકો દ્વારા નિયમોની ઐસી કી તૈસી થઇ રહી છે. આવું જ કંઇક બન્યું છે સુરતના ઉધના વિસ્તારમાં. અહીં, ગાયત્રીનગર વિસ્તારમાં સરસ્વતી ટયુશન કલાસીસ ચાલું કરવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છેકે આ કલાસીસમાં સોશિયસ ડિસ્ટન્સનું કોઇ પાલન કરાતું ન હતું. સાથે જ એક નાનકડા કલાસમાં મોટી સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવ્યા છે. માત્ર નજીવા રૂપિયા કમાવવા ટયુશન સંચાલક બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો