Surat : કિરણ હોસ્પિટલ બની મ્યુકરમાઇકોસીસના દર્દીઓ માટે આશાનું કિરણ

|

May 12, 2021 | 1:46 PM

રાજ્યભરમાં મ્યુકર માઇકોસીસના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરતમાં પણ કોરોનાથી સંક્રમિત આવા દર્દીઓમાં કોરોના બાદ મ્યુકર માઇકોસીસનો ખતરો વધ્યો છે.

Surat: રાજ્યભરમાં મ્યુકર માઇકોસીસના દર્દીઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરતમાં પણ કોરોનાથી સંક્રમિત આવા દર્દીઓમાં કોરોના બાદ મ્યુકર માઇકોસીસનો ખતરો વધ્યો છે. સુરતની સિવિલ અને સ્મીમેર જેવી સરકારી હોસ્પિટલમાં આ બીમારી માટે અલગ વોર્ડ અને નિષ્ણાંતોની ટીમ તૈયાર કરવામાં આવી છે.

સુરતની કિરણ હોસ્પિટલમાં પણ મ્યુકરમાઇકોસીસના 70 થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. રોગે ગંભીર રૂપ ધારણ કરતા 8 દર્દીઓની આંખ ગુમાવવાનો વારો પણ આવ્યો છે.

જોકે આ સારવાર લાંબી અને ખર્ચાળ છે. 30 થી 50 દિવસની આ સારવાર પાછળ અંદાજે 13 થી 14 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અલગ અલગ વ્યક્તિ પ્રમાણે રોજના અંદાજે 6 થી 7 ઇન્જેક્શનો પણ દર્દીને આપવા પડે છે. એક ઇન્જેક્શનની કિંમત 40 હજાર સુધીની થાય છે.

ત્યારે ગરીબ દર્દીઓ માટે આ બીમારીની સારવાર ખૂબ દુષ્કર બની જાય છે. તેવામાં કિરણ હોસ્પિટલ મ્યુકરમાઇકોસીસના ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ બનીને આવી છે. કિરણ હોસ્પિટલ દ્વારા આવા 25 દર્દીઓને 1-1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. દર અઠવાડિયે આવા 25 દર્દીઓને ચેક આપવામાં આવશે. અંદાજે 1 કરોડની રકમ દર્દીઓને સહાયના ભાગરૂપે આપવામાં આવનાર છે. ત્યારે ફૂલ નહિ પણ ફૂલની પાંદડીના ભાગરૂપે આ મદદ તેમને કામ લાગશે.

નોંધનીય છે કે હાલ મ્યુકરમાઇકોસીસના સારવાર માટે જરૂરી ઇન્જેક્શનની તીવ્ર અછત ઉભી થઇ છે. ત્યારે ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવા સરકાર સમક્ષ પણ માંગણી કરવામાં આવી છે.

Next Video