Surat : શહેરમાં વેકસીનનો જથ્થો ઉપલબ્ધ થતા વધારાયા વેક્સિનેશન સેન્ટર, 150 સેન્ટરો પરથી 15000 લોકો વેક્સિન મેળવી શકે તેવી વ્યવસ્થા

સુરત શહેરમાં વેક્સિનેશનને વેગ આપવા માટે વેક્સિનેશન સેન્ટરોની સંખ્યા વધારવામાં આવી છે. જેથી, એક દિવસમાં 15000 થી વધુ લોકોને વેક્સિન મળી રહે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

Surat : શહેરમાં વેકસીનનો જથ્થો ઉપલબ્ધ થતા વધારાયા વેક્સિનેશન સેન્ટર, 150 સેન્ટરો પરથી 15000 લોકો વેક્સિન મેળવી શકે તેવી વ્યવસ્થા
Vaccination Drive
| Edited By: | Updated on: Jul 12, 2021 | 12:01 PM

સમગ્ર રાજ્યમાં મમતા દિવસને પગલે રાજ્યમાં વેક્સિનેશનની (Vaccination) કામગિરી બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ, રાજ્યમાં વેક્સિનેશનનો પર્યાપ્ત જથ્થાના અભાવે વધુ બે દિવસ વેક્સિનેશન બંધ રાખવાની ફરજ પડી હતી.

કોરોના સામે રક્ષણ મેળવવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Vaccine) જ માનવામાં આવે છે. ત્યારે લોકો પણ વેક્સિન માટે જાગૃત બન્યા છે. પરંતુ, વેક્સિનના પુરતા જથ્થાને અભાવે લોકોએ સહન કરવાનો વારો આવ્યો હતો.

સુરતમાં સતત ત્રણ દિવસ બંધ રહ્યા બાદ શનિવારે શરૂ થયેલા વેકસીનેશન સેન્ટર (Vaccination Center) પર લોકોની લાંબી લાઇનો લાગી હતી. વહેલી સવારથી જ લોકો નજીકના વેક્સિનેશન સેન્ટર પર પહોંચી ગયા હતા. ઉપરાંત, બીજા દિવસે પણ રવિવારે રજાના દિવસે મોટી માત્રમાં લોકો વેક્સિન (Vaccine) લેવા માટે ઉમટ્યા હતા. જેથી, મહાનગરપાલિકામાં શરૂ થયેલા કુલ 105 સેન્ટર પરથી એક દિવસમાં 14 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

શહેરમાં એક દિવસમાં 15 હજારથી વધુ લોકોને વેક્સિન મળે તેવી વ્યવસ્થા

આજથી, શહેરમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને વેક્સિન સેન્ટર પરથી 15 હજારથી વધુ લોકોને વેક્સિન મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે કે, શહેરમાં એક બાજુ વેકસીનેશન માટે ભારે જાગૃતિ જોવા મળી રહી છે. દરેક સેન્ટર પણ વેક્સિન માટે લાંબી લાઈનો લાગી રહી છે.

પરંતુ વેક્સિનનો પૂરતો જથ્થો હોવાથી સવારે 6:00 વાગ્યાથી લોકોએ ટોકન (Token) લેવા લાઇનમાં ઉભા રહેવું પડે છે અને એક સેન્ટર પરથી માત્ર 100 ટોકન આપવામાં આવે છે. જેથી, લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

21 જુનથી દેશભરમાં મહા રસીકરણ અભિયાનનો (Vaccine Program) પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે સુરતમાં શરૂઆતના દિવસોમાં રોજના 35 હજારથી 40 હજાર લોકોને વેક્સિન આપવામાં આવતી હતી. પરંતુ, બાદમાં વેકસીનનો (Vaccine) જથ્થો ખૂટી પડતા વેક્સિનેશન કામગીરી ધીમી પડી હતી. રાજ્યમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન કામગિરી શરૂ થતા શહેરમાં વેક્સિનેશન અભિયાન વેગ પકડે તેવી શક્યતા સેવાઈ રહી છે.

નોંધનીય કે, સુરત શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 11 પોઝિટિવ દર્દીઓ (Positive Patient) નોંધાયા હતા અને તે સાથે અત્યાર સુધીમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 1,11,301 પર પહોંચ્યો છે. તેમજ વધુ 11 દર્દીઓ સાજા થવાની સાથે કુલ 1,09,604 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને રિકવરી રેટ (Recovery Rate) 98.48 ટકા પર પહોંચ્યો છે.

 

આ પણ વાંચો :Rathyatra Live 2021 : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી ભગવાન જગન્નાથના રથયાત્રાની પહિંદ વિધિ

આ પણ વાંચો : Surat ના લોકોને મળશે રાહત, સીએમ રૂપાણીએ તાપી નદી પરના પાલ- ઉમરા બ્રિજને લોકાર્પિત કર્યો