Surat : સોલાર ઇન્ડસ્ટ્રી ઓક્સિજન પર, GST નો રેટ 5 ટકાથી 12 ટકા કરતા ઉદ્યોગ બંધ થવાની અણી પર

|

Oct 07, 2021 | 5:43 PM

સુરત શહેરમાં સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા 625 લોકો એવી મુશ્કેલીમાં છે કે જો તેમને સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો તેમને પોતાનો વ્યવસાય બદલવો પડી શકે છે.

Surat : સોલાર ઇન્ડસ્ટ્રી ઓક્સિજન પર, GST નો રેટ 5 ટકાથી 12 ટકા કરતા ઉદ્યોગ બંધ થવાની અણી પર
Surat: Government puts solar industry on oxygen, GST rate on the verge of shutting down industry from 5% to 12%

Follow us on

સાઉથ ગુજરાત સોલર એસોશિયેશને (Solar Association ) રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે ગંભીર ફરિયાદ કરી છે કે પહેલાથી નુકશાનીમાં ચાલી રહેલા સોલર રૂફ રોપ ઇન્સ્ટોલ કરવાના ધંધામાં સરકારે સોલર પેનલ અને ઇન્વર્ટર પર 5 ટકાનો જીએસટીનો રેટ (GST Rate ) વધારીને 12 ટકા કરી દેતા આ ઉધોગ હવે બંધ થવાની અણીએ આવીને ઉભો છે.

સાઉથ ગુજરાત સોલર એસોસિયેશને માંગણી કરી છે કે જો સરકાર તાકીદના ધોરણે કોઈ નિવેડો નહિ લાવે તો શહેરમાં સોલાર પેનલ ફિટિંગ કરતા ઉદ્યોગકારો ને એક પછી એક ધંધો બંધ કરવો પડે તેવી નોબત આવશે. વૈશ્વિક બજારમાં થયેલા વધારાના લીધે સોલાર પેનલ, ઇન્વર્ટર, સ્ટીલ અને પાવર કેબલ્સનાં ભાવમાં જંગી વધારો થયો છે તે જાણતા હોવા છતાં સરકારે જુના ટેન્ડરના રેટ ઉપર 150 મેગાવોટ કોટા વધારીને હાલનું ટેન્ડર ચાલુ રાખીને અન્યાય કર્યો છે.

સૂર્ય ઉર્જાના પ્રચાર પ્રસાર માટે સરકાર એક તરફ મોટા પાયે જાહેરાતો કરે છે અને બીજી તરફ આ જ સોલાર પેનલ ઇન્સ્ટોલેશનમાં જરૂરી પેનલ અને ઇન્વર્ટરના જીએસટીમાં સરકારે પાંચ ટકાની જગ્યાએ 12 ટકાનો સ્લેબ કરી દીધો છે. સાઉથ ગુજરાત સોલર એસોસિયેશને ચીમકી પણ આપી છે કે આગામી દિવસોમાં જો તેમના પ્રશ્નો હલ નહીં કરવામાં આવે તો સુરતના રહેવાસીઓ દ્વારા સોલાર રૂફ ટોપ માટે જે અરજીઓ કરવામાં આવી છે, તેના ઇન્સ્ટોલેશનમાં મોટો વિલંબ સહન કરવાનો વખત આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સબસિડીની બાબતમાં બીજા રાજ્યો કરતા ગુજરાતની સ્કીમ સૌથી અટપટી :
દેશના બીજા બધા જ રાજ્યોની સૂર્ય ઉર્જાની સ્કીમ કરતા ગુજરાત રાજ્યની જ સ્કીમ સૌથી વધારે અટપટી છે. ગુજરાતમાં જ એવો નિયમ છે કે સૂર્ય ઉર્જાની ઇન્સ્ટોલેશનની સબસીડી સરકાર સીધા ગ્રાહકોના ખાતામાં જમા નથી કરતી પણ ઈન્સ્ટોલેશન કરનાર ઉધોગકારના ખાતામાં જમા કરે છે. અને ઇન્સોલેશન કરનાર ઉદ્યોગકારને એ સબસીડી છોડાવતા નાકે દમ આવી જાય છે. બીજા રાજ્યોમાં આવું નથી.

સુરત શહેરમાં સોલાર બિઝનેસ સાથે સંકળાયેલા 625 લોકો એવી મુશ્કેલીમાં છે કે જો તેમને સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો તેમને પોતાનો વ્યવસાય બદલવો પડી શકે છે. એક તરફ સરકારે સોલર પર જીએસટી ડ્યુટી 5 ટકા થી વધારીને 12 ટકા કરી છે. આવી સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશનના અગ્રણીઓ નું  કહેવું છે કે આવી સ્થિતિમાં હવે તેમના માટે વેપાર કરવો અશક્ય છે.

આ પણ વાંચો : Surat: અન્ય 4 મહાનગરપાલિકાને પાછળ છોડી વેક્સિનેશનનો 100 ટકા ટાર્ગેટ મેળવવામાં સુરત કોર્પોરેશન પહેલા નંબરે

આ પણ વાંચો : Surat: ત્રણ મુખ્યમંત્રી બદલાયા છતાં મનપાની નવી કચેરીનો પ્રોજેક્ટ 6 વર્ષ બાદ પણ ફક્ત કાગળ પર

Next Article