Surat: દિવાળી પહેલા સુરત રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યું, કોર્પોરેશન પણ રોશની પાછળ કરશે 20 લાખ સુધીનો ખર્ચ

|

Oct 26, 2021 | 8:31 PM

સુરતના રિંગરોડ વિસ્તારમાં 165 જેટલી ટેક્સ્ટાઈલ માર્કેટો આવેલી છે. બે વર્ષથી કોરોનાના કારણે માર્કેટ વિસ્તારમાં વેપારીઓ દિવાળીની ઝગમગાટથી દૂર રહ્યા હતા. વેપાર ધંધો પણ સારો ચાલતો ન હોવાથી વેપારીઓ પણ રોશની કરવાના મૂડમાં નહોતા પણ આ વર્ષે દિવાળી પર સારું માર્કેટ જોવા મળી રહ્યું છે.

Surat: દિવાળી પહેલા સુરત રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યું, કોર્પોરેશન પણ રોશની પાછળ કરશે 20 લાખ સુધીનો ખર્ચ

Follow us on

દિવાળીને(Diwali ) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરત (Surat) શહેરની રોનક અને રંગત પાછી ફરી રહી હોય તેવું શહેરના રસ્તાઓ પરથી લાગી રહ્યું છે. દિવાળીના તહેવારને લઈને શહેર આ વર્ષે પણ કલાત્મક અને રંગબેરંગી લાઈટોથી (lighting) ઝગમગી ઉઠશે. જેને લઈને સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટો, કોર્પોરેટ ઓફિસો અને સરકારી બિલ્ડીંગોને લાઈટિંગથી સજાવવા માટે અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યા છે.

 

સુરતીઓ પણ દિવાળીના આ 10 દિવસોમાં લાઈટિંગ માટે 70 કરોડ જેટલું ભાડું ચુકવશે. આ સાથે જ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લાઈટિંગના બિઝનેસમાં પણ 80 ટકા જેટલો વધારો હોવાનું લાઈટિંગ એજન્સીઓના માલિકો જણાવી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને એલ.ઈ.ડી. લાઈટો, પામ લાઈટો અને સિરીઝ લાઈટોની સારી ડિમાન્ડ છે. પરંતુ થીમ બેઈઝ લાઈટોની ડિમાન્ડ પણ સૌથી વધારે હોવાનું એજન્સીના માલિકો જણાવી રહ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

સુરત મનપાની દિવાળી 

આ વર્ષે સુરત મહાનગરપાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ એમ ત્રણ દિવસ સુધી શહેરના 22 બ્રિજ અને ચાર મોટા જંકશનો પર લાઈટિંગ કરવા જઈ રહી છે. જેમાં કુલ 19.75 લાખથી પણ વધુનો ખર્ચ થશે. ચાર મોટા જંક્શનોમાં મજૂરાગેટ, સોસીયો સર્કલ, સોના હોટેલ સર્કલ અને રેલવે સ્ટેશન સર્કલનો સમાવેશ થાય છે. લાઈટિંગ પાછળ સૌથી વધારે કેબલ સ્ટેઈડ બ્રિજ, વરાછા ફ્લાય ઓવર બ્રિજ અને રિંગરોડ બ્રિજ પર અનુક્રમે 2.02 લાખ, 1.76 લાખ અને 1.37 લાખના ખર્ચે લાઈટિંગ કરવામાં આવશે.

 

ટેક્સ્ટાઈલ માર્કેટોને શણગારવામાં આવી 

સુરતના રિંગરોડ વિસ્તારમાં 165 જેટલી ટેક્સ્ટાઈલ માર્કેટો આવેલી છે. બે વર્ષથી કોરોનાના કારણે માર્કેટ વિસ્તારમાં વેપારીઓ દિવાળીની ઝગમગાટથી દૂર રહ્યા હતા. વેપાર ધંધો પણ સારો ચાલતો ન હોવાથી વેપારીઓ પણ રોશની કરવાના મૂડમાં નહોતા પણ આ વર્ષે દિવાળી પર સારું માર્કેટ જોવા મળી રહ્યું છે.

 

ખરીદી જામતા વેપારીઓમાં પણ ઉત્સાહ છે. જેથી આ વર્ષે ફરી એકવાર માર્કેટ વિસ્તારના વેપારીઓ આખી માર્કેટને દુલહનની જેમ શણગારશે અને લાઈટિંગ કરશે. કેટલાક વેપારીઓએ તો 10 દિવસ પહેલા જ માર્કેટોમાં લાઈટિંગ કરી દીધી છે. આ દ્રશ્યો જોતા શહેરીજીવન અને શહેરની રંગત પૂર્વવત થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.

 

 

આ પણ વાંચો : Surat: મોદી સમાજના માનહાની કેસમાં રાહુલ ગાંધીને ફરી 29 ઓક્ટોબરે સુરત કોર્ટમાં હાજર રહેવા આદેશ

 

આ પણ વાંચો : SURAT : મંત્રીઓને ઇલેક્ટ્રીક વાહનો આપવા અંગે નિર્ણય લેવાઇ શકે છે : પૂર્ણેશ મોદી

Next Article