દિવાળીનું (Diwali) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના સગા સંબંધીઓ અને વેપાર રોજગારમાં એકબીજાને મીઠાઈની સાથે સાથે ગીફ્ટ (Gift) ની આપ લે કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મીઠાઈની સાથે ગિફ્ટ આપવાનું ચલણ વધ્યું છે અને તેથી જ ગિફ્ટ પેકેજીંગ માટેના બોક્સના વેપારમાં દિવાળી દરમિયાન વધારો જોવા મળતો હોય છે. આ બોક્સની કિંમત 500 રૂપિયાથી લઈને 2500 સુધીની હોય છે અને અલગ અલગ વેરાયટી અને ફેન્સી બોક્સની હાલ ડિમાન્ડ વધી છે.
દિવાળી એક એવો તહેવાર છે જ્યાં દરેક સંબંધોમાં નવી ઉર્જા અને પ્રકાશ ફેલાવતો હોય છે. આ તહેવાર દરમિયાન લોકો એકબીજાને ભેટ સોગાદો અને મીઠાઈ આપતા હોય છે. તેમાં પણ ગિફ્ટ આપવાનું ચલણ જિલ્લા ત્રણ-ચાર વર્ષમાં ઘણું બધું છે ખાસ કરીને ફેન્સી બોક્સની અંદર ડ્રાયફ્રુટ, મીઠાઈ અને અન્ય ઈલેક્ટ્રીક વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ આવા ડિઝાઈનર અને ફેન્સી બોક્સની કિંમત ઘણી વધારે હોય છે.
આ પ્રકાર ના બોક્સ 500 રૂપિયાથી લઈને 2500 સુધીમાં મળે છે. દિવાળી દરમિયાન આવા બોક્સની ડિમાન્ડ ખૂબ વધી જતી હોય છે. વિવિધ પ્રકારના ફેન્સી બોક્સ બનાવનાર પલ્લવીબેને કહયુ કે, દિવાળી આવતાની સાથે જ લોકો ગિફ્ટ પેકિંગ માટેના બોક્સના ઓર્ડર આપતા હોય છે.
બોક્સમાં ખાસ કરીને તેનું ડિઝાઇનિંગ અને આઉટલુક ઘણો મહત્વનો છે. લોકો ખાસ કરીને ફેન્સી બોક્સ વધુ માંગતા હોય છે. તેમાં પણ કોર્પોરેટ સેક્ટરમાં આ પ્રકારના ફેન્સી બોક્સની ડિમાન્ડ ઘણી વધુ હોય છે. જોકે છેલ્લા બે વર્ષથી લોકો ઇકોફ્રેન્ડલી બોક્સની ડિમાન્ડ વધુ કરતા હોય છે. જેમાં જ્યૂટના બોક્સની ડિમાન્ડ વધી છે. જ્યારે કોર્પોરેટ સેક્ટરમાં લેધર અને પાઈન વુડના બોક્સ વધુ જતા હોય છે. આ બોક્સ 2500 સુધીમાં મળે છે.
બીજી તરફ વાત કરવામાં આવે તો હવે લોકો એવા ફેન્સી બોક્સની ડિમાન્ડ કરતાં હોય છે કે જે બોક્સ તેઓ રિયુઝ કરી શકે છે. ફેન્સી ડિઝાઇનર બોક્સનો ઉપયોગ લોકો ગિફ્ટ તરીકે તો કરે છે, પરંતુ ત્યારબાદ તેનો ઉપયોગ તેઓ ઘરમાં વિવિધ વસ્તુઓ મુકવા કે શો પીસ તરીકે પણ કરતા હોય છે. તેથી જ બજારમાં હાલ અવનવા ડિઝાઇનર બોક્સ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Surat: દિવાળીમાં ટેક્સટાઈલ મિલોના કામદારોને માત્ર 6 દિવસનું વેકેશન, જાણો કેમ ઘટાડ્યો વેકેશનનો સમય
આ પણ વાંચો : Surat: સ્પિચ આપતા આપતા ગૃહ રાજ્યમંત્રી થયા ભાવુક, કેમ આવ્યા હર્ષ સંઘવીની આંખોમાં હર્ષના આંસુ?