Surat : જુલાઈ 2022થી પ્લાસ્ટિકની થેલી 120 માઇક્રોનથી ઓછી નહીં ચાલે, થર્મોકોલ પર પ્રતિબંધ આવશે

|

Dec 08, 2021 | 3:17 PM

જુલાઈ 2022થી કેરીબેગ 120 માઇક્રોનથી ઓછી નહીં રહે, અને સાથે સાથે થર્મોકોલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ નો અમલ કરવા સ્થાયી સમિતીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેના પર નિર્ણય લેવામાં આવશે.

Surat : જુલાઈ 2022થી પ્લાસ્ટિકની થેલી 120 માઇક્રોનથી ઓછી નહીં ચાલે, થર્મોકોલ પર પ્રતિબંધ આવશે
File Image

Follow us on

કેન્દ્ર સરકારના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ( એમેન્ડમેન્ટ ) (Plastic Waste Management ) રૂલ્સ 2021 નું સુરત શહેરમાં અમલીકરણ કરાવવા માટે મનપાના પર્યાવરણ સેલ (Environment Cell ) દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે . આ અગાઉ સરકારના આવાસ અને શહેરીકાર્ય મંત્રાલયના વર્ષ 2016 ના આ નિયમો પણ સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ અમલમાં છે . જેમાં સરકારે હવે સુધારા વધારા સાથે ગેઝેટ પ્રસિદ્ધ કરતા મનપાએ આ સુધારેલ નિયમોનું પણ પાલન કરાવવાનું રહેશે .

આ નવા સુધારેલા નિયમો મુજબ હવેથી વર્જિન કે રિસાયકલ પ્લાસ્ટિકની બનેલ કેરીબેગની જાડાઈ પણ 75 માઈક્રોનથી ઓછી નહિ રાખી શકાય. આ નવા નિયમનો અમલ 30 સપ્ટેમ્બર 2021 ની પાછલી તારીખની અસરથી કરાવવાનો રહેશે . એટલે કે એકાદ વર્ષ બાદ આ જાડાઈની મર્યાદા 120 માઈક્રોન રાખવાની રહેશે .એટલે કે 31 ડીસેમ્બર 2022 બાદ આ કેરીબેગ 120 માઈક્રોનથી ઓછી જાડાઈની નહિ ચાલી શકે .

નોન વોવન કેન્દ્રના પ્લાસ્ટિકની કેરીબેગની જાડાઈ પણ 30 સપ્ટેમ્બર 2021 બાદથી 60 ગ્રામ પ્રતિ ચોરસ મીટર ( જીએસએમ ) નક્કી કરવામાં આવી છે . દરખાસ્તમાં સરકારના નિયમોના કરાયેલા ઉલ્લેખ મુજબ , 1 જુલાઈ 2022 બાદ , તમામ પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિર્માણ , આયાત , સંગ્રહ , વિતરણ , વેચાણ અને વપરાશ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . જેની સાથે પોલીસ્ટીરીન એટલે કે થર્મોકલ ઉપર પણ પ્રતિબંધ રહેશે .

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પ્લાસ્ટિકની સળી વાળા કાન ખોતરવાના ઈયર બડ્સ , ધ્વજ , ફુગ્ગા , કેન્ડી – આઈસક્રીમની સળીઓ , ડેકોરેશન માટેના થર્મોકોલ , પ્લેટ , કપ , ગ્લાસ , કટલરી , છરી , કાંટા , ચમચા , ચમચી ,સ્ટ્રો , ટ્રે ઉપરાંત , મીઠાઈ ફરતેની પેકેજીંગ ફિલ્મ , આમંત્રણ કાર્ડ – સિગરેટ પેકેટના રેપર ઉપર પણ પ્રતિબંધ મુકાશે .

પ્લાસ્ટિક કે પીવીસીના બેનરો પણ 100 માઈક્રોનથી ઓછી જાડાઈના નહિ વાપરી શકાય. કેરી બેગ , પ્લાસ્ટિક શીટ્સ , કવર , મલ્ટી લેયર પ્લાસ્ટિક પેકેજીંગ , વિગેરે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે . સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હવે પછી જે કોઈ નવા નિયમો ઘડાશે , એનો અમલ આ નોટીફીકેશન જાહેર થયાના 10 વર્ષ પછી કરવાનો રહેશે .

આમ જુલાઈ 2022થી કેરીબેગ 120 માઇક્રોનથી ઓછી નહીં રહે, અને સાથે સાથે થર્મોકોલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ નો અમલ કરવા સ્થાયી સમિતીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેના પર નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: Health Tips: સુખી લગ્ન જીવન માટે માત્ર કુંડળી જ નહીં, પરંતુ અચૂક જુઓ આ 5 મેડિકલ ટેસ્ટ રિપોર્ટ

આ પણ વાંચો: Vibrant Gujarat Summit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન દુબઇમાં વર્લ્ડ એક્સપોની મુલાકાતથી પ્રવાસનો પ્રારંભ કરશે

Next Article