Surat : પૂર્વ આરોગ્યમંત્રી ફરી આવ્યા વિપક્ષની ભૂમિકામાં, જર્જરિત રસ્તા મુદ્દે કહ્યું કે કોર્પોરેટરો, અધિકારીઓને રસ્તા રીપેર કરવામાં કોઈ રસ નથી

|

Oct 05, 2021 | 9:14 AM

ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી ખુદ વરાછા વિસ્તારમાંથી આવતા હોય પૂર્વ આરોગ્ય મંત્રીને પત્ર બાદ જોધાણી સહિત ભાજપના કોર્પોરેટરો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. આગામી  દિવસોમાં મોટો વિવાદ સર્જાય તે વાત નકારી શકાય તેમ નથી.

Surat : પૂર્વ આરોગ્યમંત્રી ફરી આવ્યા વિપક્ષની ભૂમિકામાં, જર્જરિત રસ્તા મુદ્દે કહ્યું કે કોર્પોરેટરો, અધિકારીઓને રસ્તા રીપેર કરવામાં કોઈ રસ નથી
Surat

Follow us on

Surat : સુરત મહાનગર પાલિકાના વરાછા ઝોનના અધિકારીઓ અને વરાછા (Varachha) વિસ્તારના ચુંટાયેલા કોર્પોરેટરોને જર્જરિત રસ્તાઓની કોઈ ગંભીરતા નથી અને રોડ રિપેર કરવામાં કોઇ રસ નથી એવી ફરિયાદ સાથેનો પત્ર પૂર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણી મ્યુનિસિપલ કમિશનરને પાઠવતા વિવાદ સર્જાયો છે.

મહાનગર પાલિકાના અધિકારી અને કોર્પોરેટરોને માત્ર બાંધકામમાં રસ હોવાનો આક્ષેપ પણ કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી ખુદ વરાછા વિસ્તારમાંથી આવતા હોય પૂર્વ આરોગ્ય મંત્રીને પત્ર બાદ જોધાણી સહિત ભાજપના કોર્પોરેટરો ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. આગામી  દિવસોમાં મોટો વિવાદ સર્જાય તે વાત નકારી શકાય તેમ નથી.

રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જતા લોકો પગપાળા નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. જર્જરિત રસ્તાઓને કારણે શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે. રસ્તાઓને લીધે શહેરીજનો હાલાકીનો સામનો કરવો પડતો હોય પૂર્વ આરોગ્ય મંત્રી અને વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી વિપક્ષની ભૂમિકામાં આવ્યા છે. વરાછા ઝોનના અધિકારી કે વરાછા કોર્પોરેટરોમાં તૂટેલા રસ્તાઓને લઈને ગંભીરતા નથી, રોડ રીપેર કરવામાં કોઈને રસ નથી તેવો આક્ષેપ પણ કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યો છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની લેખિતમાં રજુઆત કરતા કાનાણીએ ઉમેર્યું છે કે લોકોને અતિ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો ખૂબ જ પરેશાન થઇ રહ્યા છે. પરંતુ વરાછા ઝોનના અધિકારી કે વરાછા ચૂંટાયેલા કોર્પોરેટરોને તેની કોઈ ગંભીરતા અને રોડનું સમારકામ કરવામાં કોઈ સમય જ નથી.

આમ આદમી પાર્ટી પણ ઉદાસીન 
મહાનગર પાલિકાની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના પણ એક પણ સભ્યએ જર્જરિત રસ્તાના મુદે રજૂઆત કરી ન હતી ભાજપના સભ્યોની સંકલન બેઠકમાં જર્જરિત રસ્તાના મુદ્દે સામાન્ય સભામાં રજુઆત ન કરવાની સૂચના આપવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતીને મનપાના વિરોધ પક્ષના સ્થાન મેળવ્યું છે.

શરૂઆતના તબક્કામાં આપના સભ્યો દ્વારા કેટલાક મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ખાડી સફાઈ, મનપાના પ્લોટની ફાળવણી અંગે વિપક્ષના સભ્યો રજૂઆત કરતા જોવા મળ્યા હતા. પરંતુ શહેરના પ્રાણપ્રશ્ન જર્જરિત રસ્તાના મુદ્દે વિપક્ષના સભ્યોએ ચૂપકીદી સાધી હોવાનું જોવા મળી રહ્યું છે.

 

આ પણ વાંચો :SURAT : એલ.પી.સવાણી સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શાળાને 7 દિવસ માટે બંધ કરવામાં આવી

આ પણ વાંચો : Monsoon: આ વર્ષે રાજ્યમાં વરસી “આસમાની આફત”, વરસાદે તોડ્યો 30 વર્ષનો આ રેકોર્ડ

Next Article