Surat : પાલિકાનાં ફૂડ વિભાગમાં ગાંધીજીનો પ્રવેશ, લારી ગલ્લાવાળાઓને દંડથી નહીં પ્રેમથી સમજાવશે

|

Sep 24, 2021 | 9:26 AM

અત્યારસુધી સુરત મહાનગરપાલિકા લારી પર અને ખાદ્ય પદાર્થ વેચતી દુકાનોમાં માસ્ક, સાફસફાઈ, ગ્લવ્ઝ મુદ્દે દંડાત્મક કાર્યવાહી કરતી હતી. પરંતુ હવે આગામી દિવસોમાં દંડની જગ્યાએ પ્રેમથી સમજાવીને જાગૃતતા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Surat : પાલિકાનાં ફૂડ વિભાગમાં ગાંધીજીનો પ્રવેશ, લારી ગલ્લાવાળાઓને દંડથી નહીં પ્રેમથી સમજાવશે
Surat: Food department of the municipality will do Gandhigiri: Now Larry will not penalize the street vendors, he will explain with love

Follow us on

Surat ખાણીપીણી માટે જાણીતા સુરત શહેરમાં હવે આરોગ્ય વિભાગ(Health Department  પહેલી વાર નવતર પ્રયોગ(Experiment ) કરવા જઈ રહી છે. અત્યારસુધી દંડની જ ભાષા સમજતી આરોગ્ય વિભાગની ટિમ હવે ગાંધીગીરી અપનાવશે. 

સુરત શહેરમાં લારી પર અને ખાસ કરીને ખાદ્ય પદાર્થ વેંચતા દુકાનદારો ગ્લવ્ઝનો ઉપયોગ નથી કરતા અને જોઈએ એવી ચોખ્ખાઈ પણ રાખતા નથી. ત્યારે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આવા લારી ગલ્લા ધરાવતા દુકાનદારો સામે દંડની કાર્યવાહી કરવામાં આવતી હતી. પરંતુ આજથી હવે શાસકોએ દંડના બદલે પ્રેમથી જાગૃતતા લાવવાનો રસ્તો અપનાવ્યો છે. સુરત મનપાની આરોગ્ય સમિતિના ચેરમેન દર્શિની કોઠિયાએ મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને આ ઝુંબેશ અભિયાન શરૂ કર્યું છે.

સુરત મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન દર્શિની કોઠિયાએ આરોગ્ય વિભાગના વડા ડો.આશિષ નાયક સહીત તમામ ઝોનના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે અત્યારસુધી સુરત મહાનગરપાલિકા લારી પર અને ખાદ્ય પદાર્થ વેચતી દુકાનોમાં માસ્ક, સાફસફાઈ, ગ્લવ્ઝ મુદ્દે દંડાત્મક કાર્યવાહી કરતી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પરંતુ હવે આગામી દિવસોમાં દંડની જગ્યાએ પ્રેમથી સમજાવીને જાગૃતતા લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી આ ડ્રાઈવ ની શરૂઆત સેન્ટ્રલ ઝોનથી શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કામાં સેન્ટ્રલ ઝોનમાં ખાદ્ય પદાર્થ વેચતા લારી સંચાલકોમાં જાગૃતતા લાવવામાં આવશે. ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી વેળાએ માસ્ક સાથે ગ્લવ્ઝ પણ જરૂરી છે તે સમજાવવામાં આવશે. આ ઉપરાંત લારીની આજુબાજુ સાફસફાઈ અંગે પણ તેઓને માહિતગાર કરવામાં આવશે.

વધુમાં દરેક લારી ચાલકના વેક્સિનેશનના બંને ડોઝ ફરજીયાત લઈ લીધો હોય તેની પણ તકેદારી રાખવામાં આવશે. જો નહીં લીધા હોય તો બંને ડોઝ લેવા માટે જણાવવામાં આવશે. લારી બાદ મીઠાઈની દુકાનો, બેકરીઓમાં, કરિયાણાની દુકાનોમાં પણ આ જ રીતે સમજણ આપવામાં આવશે. સેન્ટ્રલ ઝોનથી શરૂઆત કરાયા બાદ આ ડ્રાઈવ અંતર્ગત તમામ ઝોનમાં આ કામગીરી કરવામાં આવશે.

પ્રાથમિક તબક્કામાં ઉધનામાં ભંડારી વાડ , કમાલગલીથી સાગર ચોક, રૂવાળા ટેકરામાં ખાઉધરા ગલી, મોટી ટોકીઝ, ગાંધી સ્મૃતિ ભવન પાસેથી તેની શરૂઆત કરવામાં આવશે. આ ડ્રાઈવ સમયે જે તે ઝોનના આરોગ્ય અધિકારીઓએ ફરજીયાત હાજર રહેવા પણ આરોગ્ય સમિતિના ચેરમેને આદેશ આપ્યો છે.

આ પણ વાંચો :

Surat: 100 ટકા વેક્સિનેશનની નેમ માટે સુરત કોર્પોરેશનનું મિશન ‘ઓક્ટોબર’

આ પણ વાંચો :

Surat : વિધાનસભાની તૈયારીઓ શરૂ, ધારાસભ્યની જેમ હવે કોર્પોરેટરોને પણ જનસંપર્ક કાર્યાલય શરૂ કરવા સૂચના

Next Article