સુરતના ફેશન ડિઝાઇનર વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા પ્રોટેકટિવ ગરબા ડ્રેસ, જુઓ આ અનોખા ગરબા ડ્રેસ

|

Oct 16, 2020 | 3:46 PM

આમ તો સરકારે નવરાત્રીમાં ગરબા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગુજરાતીઓનો પોતીકો તહેવાર એવા નવરાત્રીના ગરબાને કોઇ અલગ કરી શકે નહીં.આ વાત સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવી છે. સુરતમાં IDT ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પ્રોટેકટિવ ગરબા ડ્રેસ તૈયાર કર્યા છે. એટલે કે પીપીઈ કીટ પર પેઇન્ટિંગ, આભલા, મિરર, ટીક્કી અને ભરતકામ કરીને કોરોના સામે […]

સુરતના ફેશન ડિઝાઇનર વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા પ્રોટેકટિવ ગરબા ડ્રેસ, જુઓ આ અનોખા ગરબા ડ્રેસ

Follow us on

આમ તો સરકારે નવરાત્રીમાં ગરબા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગુજરાતીઓનો પોતીકો તહેવાર એવા નવરાત્રીના ગરબાને કોઇ અલગ કરી શકે નહીં.આ વાત સુરતના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવી છે. સુરતમાં IDT ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પ્રોટેકટિવ ગરબા ડ્રેસ તૈયાર કર્યા છે. એટલે કે પીપીઈ કીટ પર પેઇન્ટિંગ, આભલા, મિરર, ટીક્કી અને ભરતકામ કરીને કોરોના સામે રક્ષણ આપે તેવા ડિઝાઇન સાથેના ચણિયાચોળી અને કેડિયું તૈયાર કર્યું છે.

આ પીપીઈ ચણિયાચોળીની લેયરિંગ પણ એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જેથી ગરબા રમતી વખતે સોશિયલ ડિસ્ટનસિંગ પણ જળવાઈ રહે. પારંપરિક ડ્રેસ તૈયાર કરવાની સાથે તેઓએ માસ્ક અને દાંડિયા સ્ટીકનું પણ ડીસ્પોઝેબલ કવર પણ બનાવ્યું છે. ડ્રેસ દુપટ્ટા પણ પીપીઈ ફેબ્રિકથી જ બનાવ્યું છે. જેને સુરતના એક મોલમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. લોકોએ તેને ખૂબ વખાણ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article