SURAT : વરાછામાં માટી ધસી પડતા આઠ મજૂરો દટાયા, બેના મોત

|

Mar 23, 2021 | 7:06 PM

SURAT : શહેરમાં આજે એક મોટી દુઘર્ટના ઘટી હતી. જેમાં ગરીબ મજૂરો હોમાયા છે. બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સાઇટમાં ઘટનાને પગલે અનેક સવાલોએ જન્મ આપ્યો છે.

SURAT : શહેરમાં આજે એક મોટી દુઘર્ટના ઘટી હતી. જેમાં ગરીબ મજૂરો હોમાયા છે. બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સાઇટમાં ઘટનાને પગલે અનેક સવાલોએ જન્મ આપ્યો છે.સુરત શહેરના મોટા વરાછામાં  નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા હતાં. નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું. ત્યારે બનેલો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે. ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બે વ્યક્તિને બહાર કઢાયા છે. જ્યારે બે શ્રમિકનાં મોત થયાં છે.

 

 

ઘટનાને પગલે લોકો દોડી આવ્યા

આ દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં. બીજી તરફ કતારગામ, કોસાડ, મોટા વરાછા, કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે. લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તાત્કાલિક બચાવ કામગીરી આરંભાઇ

અહીના સ્થાનિક વિપુલ કંથારીયા નામના વ્યક્તિએ ફાયરને જાણ કરનારએ જણાવ્યું હતું કે, 2-4 મજૂરો દોડીને ચેક પોસ્ટ પર આવ્યા અને માટી ધસી પડી એના ઉપર સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ ઉડા ખાડામાં મજૂરો દબાયા હોવાની હકીકત કહેતા ફાયર અને પોલીસને જાણ કરી હતી. ઘટના બાદ ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે. ઘટનાને જોવા 400-500નું ટોળું ભેગું થઈ જતા પોલીસ ગોઠવી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

સાઈટ પર અનેક બેદરકારી હોવાનું ખુલ્યું છે

કન્સ્ટ્રકશન સાઈટ ઉપર ઘણી બેદરકારી હોવાનું બહાર આવ્યું છે. કામ કરતા મજૂરો દિવાલની સાથે માટી ધસી જવાથી નીચે દબાયા ગયા હતા. ભીની માટી હોવાથી તેમને બહાર કાઢવાની કામગીરીમાં પણ વિલંબ પડયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. કાટમાળ નીચે કેટલા શ્રમિકો દબાયા હશે તેની સત્તાવાર રીતે ફાયર વિભાગ દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે હાલ જે ભાગમાં દિવાલ છે ત્યાં આગળ રેસ્ક્યૂની કામગીરી કરવામાં ફાયર વિભાગની ટીમ જોડાઈ છે.

Published On - 2:59 pm, Tue, 23 March 21

Next Video