Surat : વાતવરણમાં આવેલા પલટાને કારણે પોંકનો સ્વાદ પડ્યો ફિક્કો

|

Dec 07, 2021 | 4:43 PM

પોંક વેચતા એક વેપારીનું કહેવું છે કે સુરતમાં પોંક પણ શિયાળાની શરૂઆત સાથે જ શરૂ થઈ જાય છે, પરંતુ ઓછો વરસાદ અને ઓછી ઠંડીના કારણે પોંક હવે પહેલા જેવો રહ્યો નથી. હકીકત એ છે કે હાલનો પોંક થોડો કડક અને ફિક્કો છે.

Surat : વાતવરણમાં આવેલા પલટાને કારણે પોંકનો સ્વાદ પડ્યો ફિક્કો
Surat Ponk

Follow us on

છેલ્લા ઘણા સમયથી સુરતમાં (Surat )ગ્લોબલ વોર્મિંગની (Global Warming ) પ્રતિકૂળ અસરોને કારણે પુરતી ઠંડીના કારણે સુરતની ઓળખ સમાન પોંકનુ (Ponk ) અસ્તિત્વ જોખમમાં છે. હાલ સુરતમાં પોંકનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે સુરતી પોંક પહેલા જેવા મીઠા નથી રહ્યા. પર્યાવરણ પર પડેલી પ્રતિકૂળ અસરને કારણે સુરતનું પોંક માર્કેટ ફિક્કા દેખાઈ રહ્યા છે. જો કે, ઠંડીને કારણે આગામી પખવાડિયા બાદ અસલી પોંક ખાવાની શક્યતા વધારે છે.

પોંક વેચતા એક વેપારીનું કહેવું છે કે સુરતમાં પોંક પણ શિયાળાની શરૂઆત સાથે જ શરૂ થઈ જાય છે, પરંતુ ઓછો વરસાદ અને ઓછી ઠંડીના કારણે પોંક હવે પહેલા જેવો રહ્યો નથી. હકીકત એ છે કે હાલનો પોંક થોડો કડક અને ફિક્કો છે. જ્યારે તે ઠંડી અને ઝાકળ પડે છે ત્યારે જ પોંકનો પાક નરમ પડે છે અને પોંક મીઠો બની શકે છે. હાલની ઠંડી અને ધુમ્મસના કારણે થોડા દિવસોમાં આવનારો નવો પાક મીઠો અને નરમ હશે.

સુરતમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટતાં હવે ઠંડી પણ વધી છે, તો પોંક સુરતીઓને વહેલાં મળી શકે છે. પોંક પ્રેમીઓ પણ કહે છે કે પોંકનો સ્વાદ ચોક્કસ બદલાઈ ગયો છે, પરંતુ ઠંડીની શરૂઆત થતાં જ પોંક ખાવા જરૂરી છે. તેથી ભલે સ્વાદ બદલાયો હોય, પણ આપણે ટેસ્ટ માટે પોંક અને પોંકની વાનગીઓ ખાઈએ છીએ.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

વિદેશોમાં પણ રહે છે પોંકની ડિમાન્ડ 
સુરતીઓ જ્યાં લીલી વાનીનો પોંક અને તેમાંથી બનેલા પોંકવડા અને પેટીસનો સ્વાદ માણી રહ્યા છે..ત્યાં બીજી તરફ વિદેશમાં રહેતા ગુજરાતીઓને પણ પોંકનો સ્વાદ ચખાડવા માટે ખાસ સુકો પોંક વિદેશોમાં પણ મોકલવામાં આવે છે..ભઠ્ઠીમાંથી જે ડુંડામાં પોંકના દાણા રહ્યા હોય તેને સુકવીને સુકો પોંક તૈયાર થાય છે..જેને વિદેશોમાં મોકલવા માટે જ ખાસ બનાવવામાં આવે છે..આ પોંકને કોટનના કપડામાં બાફીને પછી લીલો પોંક બની જાય છે..અને આ સુકા પોંકને એક વર્ષ સુધી પણ ખાઇ શકાય છે..જેથી ખાસ કરીને વિદેશમાં વસતા ભારતીઓ માટે આ પોંકની સૌથી વધારે ડિમાન્ડ રહે છે..

પોંકના અસ્તિત્વ સામે સવાલ 
અન્ય એક વેપારી કહે છે કે પોંક, પાપડી અને પતંગ એ સુરતની ત્રણ ઓળખ છે પરંતુ સુરતમાં શિયાળાની શરૂઆત થતાં જ હવામાનમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો. જેના કારણે વાતાવરણમાં ઘણો પલટો આવ્યો છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગ્લોબલ વોર્મિંગ અને શહેરીકરણના કારણે સુરતની ઓળખ સમાન પોંકના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ સર્જાયો છે. આ પડકાર છતાં પણ કેટલાક ખેડૂતો સુરતની ઓળખ એવા પોંકનું અસ્તિત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદ પોલીસનો સરાહનીય પ્રયાસ, ડ્રગ્સના રવાડે ચઢેલી 48 યુવતીઓને નવજીવન બક્ષ્યું

આ પણ વાંચો : Gram Panchayat Election : ગીરસોમનાથનું બાદલપરા ગામમાં ફરી સમરસ મહિલા બોડી સત્તારૂઢ બનશે, આઝાદી બાદ ક્યારેક નથી યોજાઇ ચૂંટણી

Next Article