Surat Diamond Bourse: આ ડ્રીમ પ્રોજેક્ટ દિવાળી સુધીમાં ખુલ્લો મુકાશે, 4500 ઓફિસનાં 65 હજાર કરતા વધારે લોકો એક છત હેઠળ કામ કરશે, જાણો ખાસ વાત

|

May 21, 2021 | 2:22 PM

Surat Diamond Bourse: સુરતનો સૌથી મોટો ડ્રિમ પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ (Diamond Bourse)  દિવાળી સુધીમાં શરૂ થઈ જશે. જેના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવે તેવી સંભાવના છે. પીએમ નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો, જે હવે ટૂંક સમયમાં ખુલ્લુ મુકાવા જઈ રહ્યો છે.

Surat Diamond Bourse: આ ડ્રીમ પ્રોજેક્ટ દિવાળી સુધીમાં ખુલ્લો મુકાશે, 4500 ઓફિસનાં 65 હજાર કરતા વધારે લોકો એક છત હેઠળ કામ કરશે, જાણો ખાસ વાત
ડાયમંડ બુર્સ

Follow us on

Surat Diamond Bourse: સુરતનો સૌથી મોટો ડ્રિમ પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ (Diamond Bourse)  દિવાળી સુધીમાં શરૂ થઈ જશે. જેના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવે તેવી સંભાવના છે. પીએમ નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો, જે હવે ટૂંક સમયમાં ખુલ્લુ મુકાવા જઈ રહ્યો છે.

વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ સુરત

આ ડાયમંડ બુર્સમાં 4500 ઓફિસમાં 65 હજાર લોકો એક છત નીચે કામ કરી શકશે. એક અંદાજ પ્રમાણે ડાયમંડ બુર્સ બન્યા પછી દોઢ લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

ડાયમંડ બુર્સ બન્યા પછી સુરતમાં વિદેશમાંથી હજારો લોકોની અવરજવર પણ વધી જશે. મુંબઈની ડાયમંડ કંપનીઓ પણ સુરતમાં પોતાની ઓફિસ શરૂ કરી શકશે. જેના કારણે સુરતમાં રિયલ એસ્ટેટ, હોટલ ઇન્ડસ્ટ્રી, ટ્રાન્સપોર્ટ અને બિઝનેસ ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે.

ડાયમંડના રો મટિરિયલસ માટે કંપનીઓને વિદેશોમાં ઓફિસ રાખવી પડે છે.  પણ સુરતમાં ડાયમંડ બુર્સ બન્યા પછી હવે વિદેશી કંપનીઓ તેમના મટીરીયલ્સ ડાયમંડ બુર્સમાં રાખશે. એટલે સુરતની ડાયમંડ કંપનીનો ખર્ચ અને સમય પણ બચી જશે.

રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો

મુંબઈ થી સુરતમાં આવનારા લોકોની સંખ્યા મોટી છે. મુંબઈમાં જે ભાડું આપવું તેટલા માં સારામાં સારી પ્રોપર્ટી સુરતમાં ખરીદી શકાશે. ડાયમંડ બુર્સ બન્યા પછી 175 દેશના ખરીદદારો સુરતમાં આવશે. તેથી વિદેશથી આવનારાઓ માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થશે.

ડાયમંડ બુર્સ ની આસપાસ ત્રણ નવી ફાઇવ સ્ટાર હોટેલો પણ બની રહી છે. ખરીદદારો આવશે ત્યારે બિઝનેસનું કામ કરશે તો સુરતમાંથી ખરીદી પણ કરશે. એટલે સુરતની વસ્તુઓનું પણ બ્રાન્ડિંગ થશે.

પીએમ મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે પીએમ મોદીનો આ ડ્રિમ પ્રોજેકટ હતો. એટલે ઉદ્ઘાટન તેમના હસ્તે જ કરવામાં આવશે. આ માટે પીએમઓ ઓફિસનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.

ડાયમંડ બુર્સ અમેરિકાના ડિફેન્સ હેડ ક્વાર્ટસ પેન્ટાગોન કરતા પણ મોટું

જ્યારે ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ જણાવ્યું હતું કે 2500 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થનાર ડાયમંડ બુર્સ અમેરિકાના ડિફેન્સ હેડ ક્વાર્ટસ પેન્ટાગોન કરતા પણ મોટું છે. 6 જેટલા એફિલ ટાવર બની શકે તેટલું સ્ટીલ એકમાત્ર આ બુર્સની ઇમારતોમાં વપરાયું છે. ઓફીસ સ્ટ્રક્ચર પણ એવું બનાવવામાં આવ્યું છે જેમાં ગેટથી ઓફીસ સુધી માત્ર 4 મિનિટમાં જ પહોંચી શકાશે. આખી બિલ્ડીંગમાં 125 કરતા પણ વધુ લિફ્ટ રાખવામાં આવી છે.

Next Article