Surat : દિવાળીમાં ફટાકડાની કિંમતોમાં 30 ટકાનો વધારો છતાં વ્યાપાર પર વધારે અસર નહીં

આ વર્ષે મહાનગરપાલિકા અને પોલીસ તરફથી સાર્વજનિક સ્થળ અને ફૂટપાથ પર ફટાકડાના વેચાણ માટે પરવાનગી નહીં મળવાને કારણે વેપારીઓ પરેશાન થાય છે. દર વર્ષે દિવાળીના એક મહિના પહેલા પરમિશન આપવામાં આવે છે. પણ આ વર્ષે વેપારીપણે અરજીપત્રક પણ આપવામાં આવ્યા નથી.

Surat : દિવાળીમાં ફટાકડાની કિંમતોમાં 30 ટકાનો વધારો છતાં વ્યાપાર પર વધારે અસર નહીં
Surat: Despite a 30 per cent hike in fireworks prices on Diwali, there will be no major impact on trade
| Edited By: | Updated on: Oct 25, 2021 | 3:10 PM

દિવાળી(Diwali ) નજીક આવતા બજારોમાં રોનક છવાવા લાગી છે. જ્યાં જુઓ ત્યાં ખરીદીનો માહોલ દેખાઈ રહ્યો છે. દિવાળી ફટાકડાનો (Fire Crackers) તહેવાર છે. તો આ વર્ષે પણ ફટાકડા માટે શહેરમાં સ્ટોલ લાગવાની શરૂઆત થઇ ગઈ છે. જો કે આ વર્ષે ફટાકડાની કિંમતોમાં 30 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

સામાન્ય રીતે દર વર્ષે ફટાકડાની કિંમતોમાં 15 થી 20 ટકા સુધીનો વધારો થાય છે. પણ આ વર્ષે પેટ્રોલ, ડીઝલ, કાગળ અને દારૂખાનાની કિંમતોમાં વધારો થતા ફટાકડાની કિંમતોમાં પણ 30 ટકા સુધીનો વધારો થયો છે. ફટાકડા વિક્રેતાઓનું માનીએ તો સુરતમાં સૌથી વધારે ફટાકડા મોટા ભાગે તમિલનાડુ ના શિવાકાશીથી આવે છે.

દર વર્ષે ફટાકડાની કિંમતો 15 થી 20 ટકા સુધી વધે છે. પણ આ વર્ષે પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં વધારો થવાથી પરિવહનનો ખર્ચો પણ વધી ગયો છે. તે જ પ્રમાણે બીજી બાજુ ફટાકડા માટે જરૂરી કાગળ, દારૂખાનાની કિંમતોમાં પણ 10 ટકા સુધીનો વધારો થયો છે. મજુરોના વેતન ડ્રામા પણ 10 ટકા વધારો થવાના કારણે ફટાકડાની કિંમત પાછલા વર્ષની દરખામણીમાં 30 ટકા સુધી વધી ગઈ છે.

દુકાનદારોને ઓર્ડર મળવા લાગ્યા છે
એક ફટાકડા વિક્રેતાનું કહેવું છે કે કોરોના પછી આ વર્ષે દિવાળીના તહેવારમાં દુકાનદારો તરફથી અત્યારથી જ ઓર્ડરો મળવા લાગ્યા છે. વધતી મોંઘવારીના કારણે ફટાકડાની કિંમતમાં 30 ટકા સુધીનો વધારો થયો છે. જોકે વધેલી કિંમતોને કારણે ફટાકડાના વેપાર પર કોઈ અસર પડી નથી. શહેરના અન્ય એક ફટાકડાના વિક્રેતાના જણાવ્યા પ્રમાણે દિવાળી માટે ફટાકડાની ખરીદી શરૂ થઇ ગઈ છે. તે જ રીતે બીજા એક વેપારીએ જણાવ્યું છે ફટાકડાના પર્વ દિવાળી પર પૂજામાં ઉપયોગમાં લેવાના દિવા, અને અન્ય ડેકોરેશનની સામગ્રીમાં પણ 20 ટકા સુધીનો વધારો થયો છે.

સાર્વજનિક સ્થળ માટે પરવાનગીમાં મોડું
આ વર્ષે મહાનગરપાલિકા અને પોલીસ તરફથી સાર્વજનિક સ્થળ અને ફૂટપાથ પર ફટાકડાના વેચાણ માટે પરવાનગી નહીં મળવાને કારણે વેપારીઓ પરેશાન થાય છે. દર વર્ષે દિવાળીના એક મહિના પહેલા પરમિશન આપવામાં આવે છે. પણ આ વર્ષે વેપારીપણે અરજીપત્રક પણ આપવામાં આવ્યા નથી. પોલીસનું કહેવું છે કે કોરોનાના કારણે પરવાનગીની પ્રોસેસ મોડેથી શરૂ કરવામાં આવી છે. હજી સુધી ફટાકડા માટે લગતા સ્ટોલ માટે 5 કરોડ સુધોનો વેપાર થતો હતો. પણ આ વર્ષે હજી સુધી ટેન્ટનું બુકીંગ થયું નથી.

 

આ પણ વાંચો : Surat: દિવાળીમાં ટેક્સટાઈલ મિલોના કામદારોને માત્ર 6 દિવસનું વેકેશન, જાણો કેમ ઘટાડ્યો વેકેશનનો સમય

આ પણ વાંચો : Surat: સ્પિચ આપતા આપતા ગૃહ રાજ્યમંત્રી થયા ભાવુક, કેમ આવ્યા હર્ષ સંઘવીની આંખોમાં હર્ષના આંસુ?

Published On - 3:10 pm, Mon, 25 October 21