Surat : મોટા વરાછાનો આ પુલ બની રહ્યો છે Suicide Point, પુલ પર ગ્રીલ ફીટ કરવા માગ

|

May 25, 2022 | 2:53 PM

છેલ્લા ઘણા સમયથી પુલ પરથી કુદીને આત્મહત્યા (Suicide) કર્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ કોઇ વ્યક્તિ આ પુલ પરથી કુદીને મોતને વ્હાલુ ન કરે તે માટે કામરેજના ધારાસભ્યએ (MLA of Kamaraj) મનપા કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે.

Surat : મોટા વરાછાનો આ પુલ બની રહ્યો છે Suicide Point, પુલ પર ગ્રીલ ફીટ કરવા માગ
Varachha-Chikuwadi Tapi bridge, Surat

Follow us on

સુરતના (Surat )મોટા વરાછા વિસ્તારમાં સિંગલ લાઇન વાળો પુલ ચાલુ કરી દેવામાં આવતા તે પુલ Suicide Point બની ગયો છે. છેલ્લા ઘણા સમયથી પુલ પરથી કુદીને આત્મહત્યા કર્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે વધુ કોઇ વ્યક્તિ આ પુલ પરથી કુદીને મોતને વ્હાલુ ન કરે તે માટે કામરેજના ધારાસભ્યએ મનપા કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે. પુલ પર તાત્કાલીક ગ્રીલ ફીટ કરવામાં આવે તેને માટે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાએ (MLA VD Zalawadia) મનપાના કમિશનરને લેખિતમાં રજુઆત કરી છે.

એક સપ્તાહમાં બે યુવાનોએ પુલ પરથી ઝંપલાવ્યુ

વરાછા વિસ્તારમાં થોડા સમય પહેલાં જ મોટા વરાછા, સુદામાચોકથી ચીકુવાડી સુધીનો નનિર્મિત તાપી નદી પરનો સિંગલ લાઇનવાળો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. પણ આ પુલ પર બંને બાજુ લોખંડની ગ્રીલ મુકવામાં આવી નથી. આ ગ્રીલ નહિ મૂકવાને કારણે આ સિંગલ લાઇન પુલ Suicide Point બની ગયો છે. છેલ્લા અઠવાડિયામાં આ પુલ પરથી બે નવયુવાનોએ કુદીને મોતને ગળે લગાવ્યુ છે. જેથી આ આ પુલ પરથી વધુ આત્મહત્યા ન થાય તે માટે રજુઆત કરવા ધારાસભ્ય આગળ આવ્યા છે.

ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાએ કરી રજુઆત

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જો આ પુલ પર ગ્રીલ લગાવવામાં આવી હોત તો આ ઘટના ઘટતા પહેલા કોઇ રાહદારી તેઓને બચાવી પણ શકે એમ હતા. ભવિષ્યને ધ્યાને રાખીને આ પુલ પર તાત્કાલીક ગ્રીલ ફીટ કરવામાં નહિ આવે તો ઘણા બનાવો બની શકે એમ છે. તદુપરાંત આ પુલ પર ગ્રીલ ન હોવાના કારણે લોકો પિલર ઉપર ચડીને બેસે છે. જે ખુબ જ ગંભીર બાબત જણાય છે. પુલ પર ગ્રીલ નહિ હોવાના કારણે આકસ્મિક બનાવ બનવાની પૂરેપૂરી સંભાવના છે. જેથી આ વિષયને ખૂબ જ ગંભીરતાથી લઇ તાત્કાલિક મોટા વરાછા-ચિકુવાડી પુલ પર ગ્રીલ ફીટ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયા દ્વારા મનપા કમિશનર બંછાનિધિ પાનીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાએ જણાવ્યું કે ઘણા સમય પહેલાં મોટા વરાછા તરફ જતો સવજી કોરાટ પુલ પર ગ્રીલ ફીટ કરવામાં આવી ન હતી. તે સમયે હું એક્ટિવા મારફતે પુલ પર પસાર થઇ રહ્યો હતો, તે વખતે એક યુવતીને આત્મહત્યા કરવા જતાં જોતા મેં તેને બચાવી હતી. ત્યારબાદ આ પુલ પર ગ્રીલ લગાવડાવાની કામગીરી કરાવી આત્મહત્યા કરનારાને બચાવવાનું કામ કર્યું હતું. આ નવા પુલ પર પણ ગ્રીલ લગાવવામાં આવે તો આત્મહત્યાના બનાવો ઓછા થઇ શકે છે.

Next Article