SURAT : મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું બજેટ કરાયું રજુ, જુઓ કેટલા કરોડનું છે બજેટ ?

|

Mar 11, 2021 | 7:31 PM

SURAT : મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું 6,134 કરોડનું બજેટ રજૂ કરાયું. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કોર્પોરેશનમાં બજેટ રજૂ કર્યું હતું.

SURAT : મહાનગરપાલિકાનું વર્ષ 2021-22નું 6,134 કરોડનું બજેટ રજૂ કરાયું. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કોર્પોરેશનમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિકાસ કાર્યો માટે 3 હજાર 9 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોરોના મહામારી બાદ આ પહેલું બજેટ હોવાથી તેની અસર બજેટ પર જોવા મળી છે. નવા કોઈ પ્રોજેક્ટ હાથ ન ધરીને જૂના પ્રોજેક્ટ અને જોગવાઈઓને પૂર્ણ કરવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. સામાન્ય વેરો, વાહન વેરો અને યુઝર ચાર્જીસ યથાવત્ રાખવામાં આવ્યા છે. આ વર્ષે નવા સીમાંકન બાદ નવા વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ માટે 140.21 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 

મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં વધતું પ્રદૂષણને અટકાવવા એર ક્વોલિટી ઇન્ડેક્સ પર વધારે ભાર મૂક્યો છે. પાંચ ઝોનમાં એર ક્વોલિટી મોનીટરીંગ ઇન્ડેક્સ મૂકવાની સાથે 300 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ઐતિહાસિક વારસા સમાન કિલ્લાને આ વર્ષે સંપૂર્ણપણે લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. બ્રિટિશ સિમિટ્રી અને ભાગળના કલોક ટાવરને જાળવવા પહેલીવાર જોગવાઈ કરાઈ છે. આરોગ્ય માટે પણ 393.10 કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં અલાયદું ટ્રસ્ટ બનાવવામાં આવશે. ઉપરાંત સ્લમ વિસ્તારમાં દર 10 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ ક્લિનિક રાખવામાં આવશે.

Next Video