સુરત મહાનગરપાલિકા(SMC) સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીડિયાટ્રીક્સ(Pediatric ) નિઓનેટલ દરદીઓ (બાળકો)ની માટે ત્રણ નિઓનેટલ વેન્ટિલેટર(Ventilator ) અને છ આઇસીયુ વેન્ટિલેટર ખરીદવા માટે સોમવારે સ્મીમેર હોસ્પિટલની એક્ઝિક્યુટિવ કમિટીઓ મંજૂરી આપી છે. કોરોનાની ત્રીજી નહેર દરમિયાન ઉપસ્થિત થયેલ વિષમ પરિસ્થિતિને કારણે મનપા દ્વારા ખરીદવામાં આવેલ અને સીએસઆર હસ્તક વિવિધ ઉદ્યોગગૃહો તરફથી મળેલા 102 વેન્ટિલેટરો હાલ વગર વપરાયેલ હાલતમાં પડેલા છે. આ 102 વેન્ટિલેટરોના ઉપયોગ બાબતે એક્ઝિક્યુટિવ કમિટીમાં વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી.
હવે હયાત સ્મીમેર હોસ્પિટલના અપગ્રેડેશન બાદ 40 થી 50 વેન્ટિલેટરોની જરૂર પડી શકે તેમ છે. સુરત મનપાના સૂત્રો મુજબ, હાલ ધૂળ ખાઇ રહેલ 102 વેન્ટિલેટરો સિવિલ અથવા ખાનગી હોસ્પિટલોને જરૂરિયાત મુજબ, લોન પર ફાળવવાની વિચારણા થઇ રહી છે જેથી વેન્ટિલેટરો સક્રિય સ્થિતિમાં રહે એટલું જ નહીં, મસ્કતિ હોસ્પિટલમાં 10 વેન્ટિલેટર તથા આગામી દિવસોમાં દરેક ઝોન દિઠ બનનારી 50 બેડની હોસ્પિટલો માટે બે-બે વેન્ટિલેટરો ફાળવવા માટે પદાધિકારીઓ અને મનપા કમિશનરે મન બનાવ્યું છે.
વેન્ટિલેટરો ઉપયોગમાં ન હોય તો મેઇન્ટેનન્સનો પ્રશ્ન ઉપસ્થિત થ શકે છે. સ્મીમેરના અપગ્રેડેશન બાદ હવે વેન્ટિલેટરની જરૂર પડે ત્યારે સિવિલ કે ખાનગી હોસ્પિટલો પાસે લોન પર આપેલ જરૂર જેટલાં વેન્ટિલેટરો પરત મેળવી શકાય તેમ છે. હાલ આ બાબતે કોઇ નિષ્કર્ષ પર તંત્ર આવ્યું નથી.
પરંતુ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ખરીદાયેલ અને સીએસઆર હેઠળ મળેલા કુલ 102 વેન્ટિલેટરો તંત્ર માટે માથાને દુઃખાવો બની ગયા છે. તેથી આ સ્મીમેરની એક્ઝિક્યુટિવ કમિટીમાં આ હાલ બિનઉપયોગી પડી રહેલ 102 વેન્ટિલેટરોની વ્યવસ્થા કઇ રીત કરવી ? તેનો રોડમેપ તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આમ, હવે કોર્પોરેશન તેના 100 કરતા પણ વધારે વેન્ટિલેટર સિવિલ અને ખાનગી હોસ્પિટલોને લોન પર આપવા માટે વિચારણા કરી રહી છે. ત્યારે આગામી દિવસોમાં તેના પર ચોક્કસ નિર્ણય લેવાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો