Surat Corona: સતત બીજા દિવસે 6 વિદ્યાર્થી અને 2 શિક્ષક કોરોનાની ઝપટમાં, તમામને હોમ ક્વોરન્ટાઇન કરાયા

|

Mar 13, 2021 | 7:31 AM

Surat Corona:  સુરતમાં સતત બીજા દિવસે વધુ 6 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનો Coronaરિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી. મનપા દ્વારા શાળા-કોલેજોમાં કરવામાં આવેલી ટેસ્ટિંગની કામગીરી દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોના જોવા મળ્યો

Surat Corona:  સુરતમાં સતત બીજા દિવસે વધુ 6 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનો Coronaરિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી. મનપા દ્વારા શાળા-કોલેજોમાં કરવામાં આવેલી ટેસ્ટિંગની કામગીરી દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં કોરોના જોવા મળ્યો જેમાંથી લિંબાયત ઝોનની શાળાના 3 વિદ્યાર્થીઓમાં કોરોના જોવા મળ્યો જ્યારે અઠવા ઝોનની શાળાના 2 શિક્ષકો સંક્રમિત થયા ત્યારે તમામ પોઝિટિવ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હોમ ક્વોરન્ટાઇન કરીને વર્ગ ખંડ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ શરૂ કરી દેવાયું છે. મહત્વપૂર્ણ છે કે મનપા દ્વારા 37 શાળાના કુલ 2,484 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા.

 

Published On - 7:30 am, Sat, 13 March 21

Next Video