SURAT: સ્થાનિક સ્વારજની ચૂંટણી પહેલા કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ, મ્યુનિસિપલ કમિશ્નરે આપ્યા કડક આદેશ

|

Feb 18, 2021 | 11:24 PM

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથા પર છે, ત્યારે સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સુરત મનપાનું તંત્ર એલર્ટ થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

SURAT: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથા પર છે, ત્યારે સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સુરત મનપાનું તંત્ર એલર્ટ થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. અગાઉ સરેરાશ 30 કેસ નોંધાતા હતા, હવે આ આંકડો 45 પર પહોંચ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે કોરોનાના કેસો વધવાની સંભાવના જોતા કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે. સાથે જ પરપ્રાંતમાંથી આવતા લોકોના ટેસ્ટિંગ પર ભાર મુક્યો છે.

 

 

ચૂંટણીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને માસ્કનો વધુ ઉપયોગ થાય તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. મતદાનના દિવસે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. મતદાન મથકો પર મતદારો વચ્ચે અંતર જાળવવા સર્કલ દોરવામાં આવશે, દરેક મતદારોને હાથમાં પહેરવાના ગ્લવઝ વિનામૂલ્યે આપવામાં આવશે. સેનિટાઈઝરની વ્યવસ્થા કરીને ‘નો માસ્ક નો એન્ટ્રી’ના સાઈન બોર્ડ પણ મુકવામાં આવશે.

 

Next Video