Surat Corona Breaking: આરોગ્ય વિભાગનાં રડાર પર સુરત, CM પહોચી રહ્યા છે સુરત, જયંતિ રવિએ યોજી મહત્વની બેઠક

|

Apr 06, 2021 | 1:13 PM

Surat Corona Breaking: સુરતમાં વધી રહેલા કોરાનાંના કેસને લઈ રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગની નજર હવે સુરત પર સ્થિર થઈ છે. સુરત રાજ્યનું સૌથી સંક્રમિત શહેર સાબિત થયું છે. સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાયા બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ સુરત દોડતું થઈ ગયું

Surat Corona Breaking: સુરતમાં વધી રહેલા કોરાનાંના કેસને લઈ રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગની નજર હવે સુરત પર સ્થિર થઈ છે. સુરત રાજ્યનું સૌથી સંક્રમિત શહેર સાબિત થયું છે. સુરતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાયા બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ સુરત દોડતું થઈ ગયું છે. ખુદ આરોગ્ય વિભાગનાં સચિવ જયંતિ રવિ પણ સુરત પહોચી ગયા છે.

 

સુરતમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે તંત્રની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠક નવી સિવિલ હોસ્પિટલમાં મળશે અને તેમાં અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે. બેઠકની અગત્યતા અને ગંભીરતા એટલે પણ છે કેમકે બપોરે મુખ્યપ્રધાન રૂપાણી પોતે સુરત પોહચી રહ્યા છે. મુખ્યપ્રધાનના આગમન પહેલા જયંતિ રવિ, તંત્ર અને હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરીને ચિત્ર સ્પસ્ટ કરી નાખવા માગે છે.

લગાતાર કેસ વધવાને લઈને હોસ્પિટલમાં બેડ ઓછા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સિવિલમાં જ બનેલી કિડની હોસ્પિટલમાં કોવિડની સારવાર શરૂ કરાશે. શરૂઆતમાં કિડની હોસ્પિટલમાં કરાશે 200 બેડની વ્યવસ્થા ત્યાર બાદ સિવિલ તંત્ર સરકાર પાસે કર્મચારી અને વેન્ટિલેટર સહિતની માગ કરશે.

જણાવવું રહ્યું કે સુરતમાં પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે પાછલા 24 કલાકમાં સુરતમાં કુલ 788 કેસ નોંધાયા હતા તો 7 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે 678 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. સુરત શહેરમાં 603 કેસ સાથે 540 દર્દીઓ સાજા થયા જ્યારે 7 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો. આ તરફ સુરત જિલ્લામાં 185 કેસ નોંધાયા હતા તો 138 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. મહત્વપૂર્ણ છે કે તંત્રના અનેક ધમપછાડા વચ્ચે પણ સંક્રમણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. કારણ પણ એ જ છે કે હવે આરોગ્ય વિભાગની આંખો સુરતનાં આંકડા અને સ્થિતિ પર સ્થિર થઈ છે.

કોરોનાના વધતા કેરને ધ્યાનમાં રાખીને સુરતનું તંત્ર સુવિધાઓ વધારવા પર ભાર આપી રહ્યું છે. દિવસે દિવસે બેડની સંખ્યામાં વધારો કરાઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં બનેલી નવી કિડની હોસ્પિટલમાં નવી કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે. હોસ્પિટલમાં આમ તો 750 બેડની ક્ષમતા છે પરંતુ શરૂઆતમાં 200 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્ય માટે સરકાર પાસે મેન પાવર અને વેન્ટિલેટર સહિતની વ્યવસ્થાની માગ કરવામાં આવશે. ધારાસભ્ય હર્ષ સંઘવીએ સુરતના યુવાનોને સહકાર આપવા અપીલ કરી છે.

Next Video