Surat: કોરોનાએ હોટલ ઇન્ડસ્ટ્રીઝને પણ મૂકી દીધી વેન્ટિલેટર પર, 70 ટકા રેસ્ટોરન્ટ બંધ

|

Jun 09, 2021 | 2:14 PM

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. જેના કારણે હોટેલ ઇન્ડસ્ટ્રી પર સૌથી વધુ અસર પડી રહી છે. પહેલી અને બીજી લહેરમાં સુરતની 50 થી 75 ટકા હોટેલ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે.

Surat: કોરોનાએ હોટલ ઇન્ડસ્ટ્રીઝને પણ મૂકી દીધી વેન્ટિલેટર પર, 70 ટકા રેસ્ટોરન્ટ બંધ
70 ટકા રેસ્ટોરન્ટ બંધ

Follow us on

ખાણીપીણી માટે જાણીતા સુરત શહેરમાં નાની મોટી 600 અને દક્ષિણ ગુજરાતમાં 3 હજાર જેટલી નાની મોટી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ આવેલી છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. જેના કારણે લોકડાઉન અને અનલોક પર સરકાર દ્વારા જ લાગુ પાડવામાં આવ્યું હતું. પરંતુ લોકડાઉનમાં સૌથી પહેલા બંધ થનારી ઇન્ડસ્ટ્રી કોઈ હતી તે હોટેલ ઇન્ડસ્ટ્રી હતી અને સૌથી છેલ્લે શરૂ થનારી ઇન્ડસ્ટ્રી પણ હોટેલ ઇન્ડસ્ટ્રી જ હતી.

સરકાર દ્વારા પ્રોપર્ટી ટેક્સ અને વીજળી બીલના ફિક્સ ચાર્જમાં આપવામાં આવેલી રાહત ફૂલ નહીં પણ ફુલની પાંદડી સમાન જ સાબિત થશે. કારણ કે કોરોના દર્દી જેવી હાલત હાલ સુરતની અને સાઉથ ગુજરાતની હોટેલ ઇન્ડસ્ટ્રીઝની થઈ છે. હાલ આ ઇન્ડસ્ટ્રી વેન્ટિલેટર પર મુકાઈ ગઈ છે.

હજી પણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઘણી રજૂઆતો સરકાર સમક્ષ કરવામાં આવી છે જેમાં રેસ્ટોરન્ટમાં ડાઇનિંગ ફેસિલિટી પહેલાની જેમ શરૂ કરવા, ટેક અવેની સુવિધા જો ચાલુ રાખવી હોય તો તેની સમય અવધિ વધારવા, 18 ટકા જીએસટીની જગ્યાએ પાંચ ટકા જીએસટી લેવા જેવી માંગણી હજી પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

સાઉથ ગુજરાત હોટેલ એસોસિયેશનના ઉપપ્રમુખ સનત રેલીયાએ જણાવ્યું હતું કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સુરતની 50 થી 75 ટકા હોટેલ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે. હાલ માત્ર 25 ટકા હોટેલ ઇન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે. સરકારે જે રાહત આપી છે તે પૂરતી નથી. કારણ કે ભાડેથી ચાલતી રેસ્ટોરન્ટ પર હજી 18 ટકા જીએસટી લેવામાં આવે છે, વીજબિલમાં ફિક્સ ચાર્જ ફક્ત મોટી હોટેલો માટે જ ફાયદાકારક છે. આ રજૂઆતો માટે પણ સરકાર વિચાર કરે તે જરૂરી છે.

અન્ય એક રેસ્ટોરન્ટ ઓનરના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં આટલા કેસો વચ્ચે પણ હોટેલ રેસ્ટોરન્ટને છૂટછાટ આપવામાં આવી છે. ટેક અવેની સુવિધાથી કોઈ મોટો ફાયદો નથી થઈ રહ્યો. કારણ કે લોકો પિઝા બર્ગર સિવાય બીજું કંઈ ઓર્ડર કરી શકતા નથી. ઉપરાંત ટેક અવે લઈ જતી કંપનીઓને પણ મોટું કમિશન આપવું પડે તેવી હાલત છે. તેવામાં જો આ પરિસ્થિતિ રહી તો બાકી બચેલી ઇન્ડસ્ટ્રી પણ પડી ભાંગશે. છેલ્લા દોઢ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝને 25 કરોડથી વધુનું નુકશાન થયું છે. જ્યારે હજારો લોકો બેરોજગાર બન્યા છે.

 

આ પણ વાંચો: Flyover City સુરતમાં એક બ્રિજ બનાવામાં સાડા ચાર વર્ષ! પાલ ઉમરા બ્રિજના ઉદ્ઘાટનની જોવાતી રાહ

આ પણ વાંચો: Surat: મનપાના શાસકો આ તરફ પણ જરા નજર કરે! કાપોદ્રાના સ્થાનિકો નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવા મજબૂર

Published On - 2:14 pm, Wed, 9 June 21

Next Article