Surat : કોરોના મહામારી વચ્ચે કોલેજ સંચાલકોની આડોડાઈ, 14 કોલેજોએ હજી સુધી ફીમાં નથી આપી માફી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફીમાં 12 ટકા માફી આપવાનો નિર્ણય કર્યો હતો.

Surat : કોરોના મહામારી વચ્ચે કોલેજ સંચાલકોની આડોડાઈ, 14 કોલેજોએ હજી સુધી ફીમાં નથી આપી માફી
Surat: College administrators clash amid Corona epidemic. 14 colleges have not yet waived fees
| Edited By: | Updated on: Aug 24, 2021 | 7:57 AM

કોરોના મહામારી વચ્ચે વાલીઓ અને વિધાયરહીઓની હાલત કફોડી બની છે. ઘણા પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં વિદ્યાર્થીઓને કનડતાં આર્થિક પ્રશ્નોને જોતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓને ટ્યુશન ફીમાં 12 ટકા માફી આપવાનો નિર્ણય કર્યો હતો.

જોકે દક્ષિણ ગુજરાતની 14 કોલેજોએ ફી માફીનો લાભ આપ્યો ન હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સીટીએ અવારનવાર આ કોલેજોને ટકોર કરી હોવા છતાં પણ આ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ આપ્યો નથી. અને કોલેજ સંચાલકોએ પોતાની આડોડાઈ બતાવતા વિદ્યાર્થી આલમમાં નારાજગી વ્યાપી ગઈ છે. નોંધનીય છે કે આ તમામ બાબત માટે અલગ અલગ વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને રજૂઆતો પણ કરવામાં આવી છે. પણ આજદિન સુધી વિદ્યાર્થીઓની માંગણીનું કોઈ નિરાકરણ આવી શક્યું નથી.

યુનિવર્સીટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોલેજોને પરિપત્ર કરીને ટ્યુશન ફીમાં 12 ટકા માફીનો લાભ અને જુદી જુદી કેટેગરીમાં અપાયેલા લાભ વિદ્યાર્થીઓને આપ્યો છે કે કેમ તે સંદર્ભે એફિડેવિટ કરવાનો આદેશ કર્યો હતો. આમ, યુનિવર્સીટીના આદેશને પગલે અનુસ્નાતક અભ્યાસક્રમોની 14 અને અનુસ્નાતક અભ્યાસક્રમોની 77 કોલેજોએ એફિડેવિટ રજૂ કરી છે.

પરંતુ તે પૈકી અનુસ્નાતક અભ્યાસક્ર્મની 4 અને સ્નાતક અન્યસક્ર્મની 10 કોલેજોએ ટ્યુશન ફીમાં 12 ટકા માફીનો લાભ આપ્યો ન હોવાનું ભાર આવ્યું હતું. યુનિવર્સીટીએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હોવા છતાં ખાનગી કોલેજના સંચાલકોએ ફી બાબતે પોતાની મનમાની યથાવત રાખી છે.

આ સંદર્ભે વિદ્યાર્થી સંગઠનોએ પણ અવારનવાર યુનિવર્સીટી કક્ષાએ રજૂઆતો અને ફરિયાદો કરી છ્હે. તેમ છતાં કોલેજ સંચાલકોએ વિદ્યાર્થીઓને ફીમાં માફી નહીં આપતા વાલીઓ અને વિદ્યાર્થીઓની હાલત પણ કફોડી બની છે. તેવામાં સંચાલકો દ્વારા ફી બાબતે મનમાની કરી રહેલી આવી કોલેજો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

કોરોનાના કારણે આમેય ઘણા પરિવારોની આર્થિક હાલત કફોડી થઇ છે તેવામાં યુનિવર્સીટી સત્તાધીશો દ્વારા સૂચના આપવામાં આવી હોવા છતાં વિદ્યાર્થીઓને ફી માફીનો ફાયદો ન આપનાર આવી કોલેજો સામે હવે યુનિવર્સીટીના સત્તાધીશો પણ લાલ આંખ કરે તે જરૂરી છે.

આ પણ વાંચો :

GANDHINAGAR : ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ રાજ્યમાં 50 હજાર કરોડનું વધારાનું રોકાણ કરશે, મુખ્યપ્રધાન રૂપાણી સાથે કરી મુલાકાત

SURAT : અફઘાનિસ્તાન પર તાલીબાનના કબ્જાથી ટેક્સટાઈલ ઉદ્યોગનું 400 કરોડથી વધુનું પેમેન્ટ અટવાયું